કુપવાડા:જમ્મુ કશ્મીરના કુપવાડાના ગુગલધર વિસ્તારમાં આજે શનિવારે સવારે સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. મળતી માહિતી પ્રમાણે સવારે સેનાએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. સેનાએ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર સહિત ઘણી સામગ્રી જપ્ત કરી હતી. હજુ પણ સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલું છે.
2 આતંકવાદીઓને મારી નાખ્યા: ભારતીય સેનાની ચિનાર કોર્પ્સ દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર આ માહિતી આપી હતી, તમને જણાવી દઇએ કે, ગુગલધરમાં એન્કાઉન્ટરની શરુઆત ત્યારે થઇ જ્યારે સેનાએ અહીં આતંકવાદીઓ સંતાયા છે તેની જાણકારી મળી, તકની રાહ જોઇને સેનાના જવાનોએ તેઓને ઘેરી લીધા હતા. બંન્ને તરફથી ગોળીબાર શરુ થયો હતો. જેમાં 2 આતંકવાદીઓને મારી પાડવામાં આવ્યા હતા.
આતંકીઓ કોઇ મોટું ષડયંત્ર કરવાના હતા: સેનાએ આના પર નિવેદન આપતા જણાવ્યું કે, જપ્ત કરાયેલા હથિયારો અને અન્ય સામગ્રીઓથી ચોખ્ખુ જાણવા મળે છે કે આતંકવાદીઓ કોઇ મોટા ષડયંત્રને પૂરુ કરવાની ફિરાકમાં હતા. આ વિસ્તારની ચારે તરફથી તેઓને ઘેરી લેવામાં આવ્યા હતા અને તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતુ. ભારતીય સેના આતંકીઓને વીણી વીણીને તેનો નાશ કરી રહી છે. કોઇ મોટા આતંકી ષડયંત્ર થાય એ પહેલા જ તેઓ તેમના ઇરાદા પર પાણી ફેરવી દે છે.
તમને જણાવી દઇએ કે, 4 ઓક્ટોબરના રોજ કુપવાડામાં સેનાને જાણકારી મળી હતી કે, અહીં કેટલાક આતંકવાદીઓ સંતાયેલા છે. તરત જ આ વિસ્તારને સેનાએ ઘેરી લીધો હતો. સુરક્ષા દળોએ કંઇક હલચલ જોઇ અને ફાયરિંગ કરવાનું શરુ કરી દીધુ હતું. આતંકવાદીઓના પ્રયત્નો નિષ્ફળ કરી દીધા હતા.
આ પણ વાંચો:
- દંતેવાડાના સરહદી વિસ્તારમાં 36 નક્સલી ઠાર, અસંખ્ય હથિયારો મળ્યા - Encounter in Abuzmad
- પશ્ચિમ એશિયામાં સંઘર્ષની ભારત પર શું અસર પડશે? જાણો નિષ્ણાત શું કહે છે - ISRAEL HEZBOLLAH CONFLICT