નવી દિલ્હીઃ દેશની સંસદની સુરક્ષાને ફરી એકવાર સવાલો ઉભા થયાં છે. વાસ્તવમાં આ મામલામાં ત્રણ શ્રમિકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય શ્રમિકો એક જ આધાર કાર્ડનો ઉપયોગ કરીને સંસદ ભવનમાં પ્રવેશ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોકોએ 4 જૂને IG-3 ગેટથી એન્ટ્રી લીધી હતી, જેમાં મોનિસ અને કાસિમે અંગત ફોટો સાથે એક જ આધાર કાર્ડ નંબર બતાવ્યો હતો.
પોલીસે 3 લોકોની ધરપકડ કરી:કાસિમ, મોનિસ અને શોએબ નામના ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. સંસદ ભવનમાં તેઓ નકલી આધાર કાર્ડ બતાવીને પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સંસદની સુરક્ષા માટે તૈનાત CISFએ ત્રણેયને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ નક્સલવાદી કે આતંકવાદી કે કોઈ શંકાસ્પદ મામલો સામે આવ્યો નથી.
નકલી આધાર કાર્ડને તપાસ માટે મોકલાયું: ત્રણેય મજૂરોને ડીવી પ્રોજેક્ટ્સ કંપનીએ કામે રાખ્યા હતા. સાંસદોને આરામ કરવા માટે બનાવવામાં આવેલા એમપી લોન્જ એરિયામાં કામ કરવાની જવાબદારી આ મજૂરો પર હતી. ત્રણેયને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, તેમની પાસેથી મળી આવેલ આધાર કાર્ડને પણ તપાસ માટે મોકલી આપવામાં આવ્યું છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે સંસદ ભવનના પ્રવેશદ્વાર પર સુરક્ષા અને ઓળખ કાર્ડની તપાસ દરમિયાન CISFના જવાનોએ આ ત્રણેય લોકોને કસ્ટડીમાં લીધા હતા.
CISFના જવાનોને શંકા ગઇ: ત્રણેય પોતપોતાના આધાર કાર્ડ બતાવીને સંસદ ભવન સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. CISFના જવાનોને તેના કાર્ડ પર શંકા ગઈ અને વધુ તપાસમાં તે નકલી હોવાનું જાણવા મળ્યું. હાલમાં જ સીઆરપીએફ અને દિલ્હી પોલીસની ટુકડીની જગ્યાએ સીઆઈએસએફને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. CISFના જણાવ્યા અનુસાર ત્રણેય કામદારો ગેટ નંબર ત્રણથી સંસદ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તે પકડાઈ ગયા હતા. ત્રણેયની ધરપકડ કર્યા બાદ તેમને દિલ્હી પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. હાલ દિલ્હી પોલીસ ત્રણેયની પૂછપરછ કરી રહી છે.
- દિવ્યાંગો માટે ST બસમાં લગાવવામાં આવશે બ્રેઈલ લિપિમાં લખેલા સ્ટીકર - Braille stickers will installed for disabled
- ફાયરના સીલને પગલે ભાવનગરના વેપારીઓ થયા લાલઘૂમ, મનપા કમિશનરને 24 કલાકનું આપ્યું અલ્ટીમેટમ - Traders angry following seal of fire