ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાઝિયાબાદમાં હોસ્પિટલના બાથરૂમમાંથી મળી ઉઝબેકિસ્તાનની મહિલાની લાશ, જાણો સમગ્ર મામલો - Ghaziabad Women committed suicide - GHAZIABAD WOMEN COMMITTED SUICIDE

ગાઝિયાબાદની મેક્સ હોસ્પિટલના વોર્ડના બાથરૂમમાંથી ઉઝબેકિસ્તાની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

ગાઝિયાબાદની મેક્સ હોસ્પિટલના વોર્ડના બાથરૂમમાંથી ઉઝબેકિસ્તાની મહિલાનો મૃતદેહ મળી આવ્યો
ગાઝિયાબાદની મેક્સ હોસ્પિટલના વોર્ડના બાથરૂમમાંથી ઉઝબેકિસ્તાની મહિલાનો મૃતદેહ મળી આવ્યો (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 6:36 PM IST

નવી દિલ્હી/ગાઝિયાબાદ:રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, મેક્સ હોસ્પિટલના વોર્ડના બાથરૂમમાંથી ઉઝબેકિસ્તાની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

મહિલા લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે મેક્સ હોસ્પિટલમાં આવી હતી: વાસ્તવમાં, મામલો ગાઝિયાબાદના કૌશામ્બી વિસ્તારનો છે, જ્યાં ઉઝબેકિસ્તાનની એક મહિલાને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 45 વર્ષીય મહિલા લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે મેક્સ હોસ્પિટલમાં આવી હતી. મહિલાનો પતિ પણ તેની સાથે હતો. બંને વોર્ડમાં હાજર હતા. અચાનક મહિલા વોર્ડના બાથરૂમમાં ગઈ અને ત્યાંથી બહાર ન આવી તો પતિને શંકા ગઈ. આ પછી મહિલાના પતિએ હોસ્પિટલ સ્ટાફને જાણ કરી.

હોસ્પિટલ સ્ટાફે મહિલાને બાથરૂમની બહારથી વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોઈ પ્રતિક્રિયા ન આવી. આ પછી પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પોલીસે જ્યારે બાથરૂમ ખોલ્યું તો અંદર મહિલા લટકેલી જોવા મળી. પોલીસના જણાવ્યા અનુસાર પ્રથમ દૃષ્ટિએ મામલો આત્મહત્યાનો છે. જો કે આ કેસમાં તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. મહિલાના પતિ પાસેથી પણ વધુ માહિતી એકત્ર કરવામાં આવી છે. એવું લાગે છે કે મહિલા ડિપ્રેશનમાં હતી. કદાચ તે તેના લિવર ટ્રાન્સપ્લાન્ટને લઈને ચિંતિત હતી.

ઈન્દિરાપુરમના સહાયક પોલીસ કમિશનર સ્વતંત્ર સિંહના જણાવ્યા અનુસાર, કૌશામ્બી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની મેક્સ હોસ્પિટલના બાથરૂમમાં ઉઝબેકિસ્તાની મહિલાની આત્મહત્યાની માહિતી મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ACPનું કહેવું છે કે ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

  1. શું કંગના જયરામ ઠાકુરના 1,000 કરોડના ડ્રીમ પ્રોજેક્ટને અમલમાં મૂકી શકશે? - Jairam Thakur dream project
  2. નાણામંત્રી નિર્મલા સીતારમણ તોડશે મોરારજી દેસાઈનો આ રેકોર્ડ, જાણો તેમની જીવનની કહાની - NIRMALA SITHARAMAN

ABOUT THE AUTHOR

...view details