ETV Bharat / state

રાજકોટનો કોલેજીયન મોજમજા કરવા ઉંધા રવાડે ચડ્યો, કારકિર્દીમાં લાગ્યું કલંક - RAJKOT CRIME

રાજકોટના કોલેજીયન યુવકે પૈસા કમાવવા અને મોજમજા કરવા માટે ગુનાના રવાડે ચડી ગયો. હવે યુવકને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

રાજકોટનો કોલેજીયન યુવક  મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો
રાજકોટનો કોલેજીયન યુવક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 9 hours ago

Updated : 9 hours ago

રાજકોટ: રાજકોટ શહેરમાં યુવાધન માદક પદાર્થના સેવન ન કરે તેમજ વેચાણ ન કરે તે માટે પોલીસના સે ટુ ડ્રગ્સના મિશન દરમિયાન SOGની ટીમે પુષ્કરધામ રોડ પર ભવાનીનગર પાસેથી એક કોલેજિયન યુવકને રૂ.2.13 લાખના મેફેડ્રોન સાથે ઝડપી લીધો હતો.

રાજકોટ પોલીસની સપાટો

આ અંગે પોલીસ વિભાગ દ્વારા મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયાએ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તેમજ નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા ’SAY NO TO DRUGS’ મિશન અંતર્ગત પેડલરો અને એડિકટ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સૂચનાના પગલે એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની નેતૃત્વમાં મોહન જી રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે એએસઆઈ ધર્મેશ ખેર અને હેડ કોન્સ્ટેબલ ફિરોજ રાઠોડને અંશુ ઉર્ફે અંશુ બાબુભાઈ ચૌહાણ નામનો શખ્સ એક નંબર પ્લેટ વગરના સ્કૂટરમાં એમડી ડ્રગ્સ સાથે પુષ્કર ધામ ભવાનીનગર-2 શેરી નં-1 ના ખુણેથી નિકળવાનો છે તેવી બાતમી મળી હતી, જેના આધારે સ્ટાફે ભવાનીનગર 2 શેરી નં-1 ના ખુણે વોચ ગોઠવી હતી.

21.35 ગ્રામ મેફેડ્રોન સાથે યુવક ઝડપાયો

ત્યારે ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટર તરફથી એક શખ્સ મોપેડ પર નીકળતા એસોજીની ટીમે તેને રોકવાનો પ્રયાસ કરતા તેને ભગવાનો પ્રયાસ કર્યો હતો અને મોપેડ સ્લીપ થતાં તે રોડ પર પટકાયો હતો. જેના પગલે દોડીને આવેલા સ્ટાફે શખ્સને પકડી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ અંશુ ઉર્ફે અંશુ બાબુ ચૌહાણ અને મુળ ઉત્તરપ્રદેશના આજમગઢનો હોવાનું જણાવ્યું હતું. પોલીસની ટીમે આરોપી અંશુ પાસેથી રૂ.2.13 લાખ રૂપિયાનું 21.35 ગ્રામ મેફેડ્રોન સાથે કુલ રૂ.2.78 લાખની મતા સાથે ધરપકડ કરી યુનિવર્સિટી પોલીસને સોંપ્યો છે.

વધુમાં યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ વિ.જી.ડોડીયા અને તેમની ટીમે આરોપીની પૂછપરછ કરતા આરોપી અંશુ કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું અને તેના પિતા ફર્નિચરનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી અંશુ રાજકોટમાં ભાડે રહી એચ.એન. શુક્લા કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું અને મોજમજા કરવા માટે પૈસા કમાવવા છેલ્લા પાંચ- છ માસથી મુંબઇથી માદક પદાર્થ લઈ આવી છૂટક પડીકી બનાવી વેચતો હોવાનું રટણ કર્યું હતું.

  1. સુરતમાં ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સ મામલે, બે આરોપીઓની ધરપકડ
  2. ડ્રગ્સ સાથે ઝડપાયો કેરળનો યુવાન, રાજકોટ જતી ખાનગી બસમાંથી પોલીસે દબોચ્યો

Last Updated : 9 hours ago
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.