નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને 'ભારત રત્ન' આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ભવને એક નિવેદન જારી કરીને માહિતી આપી છે કે કર્પુરી ઠાકુરને મરણોત્તર 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં (Bharat Ratna to Karpoori Thakur) આવશે.
સમાનતા અને સશક્તિકરણના ચેમ્પિયન તરીકેના તેમના સતત પ્રયાસોનું પ્રમાણ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્રણી સમાજવાદી નેતા કર્પૂરી ઠાકુરને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન (મરણોત્તર)ની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી હતી. પીએમએ કહ્યું કે આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટેના યોદ્ધા અને સમાનતા અને સશક્તિકરણના ચેમ્પિયન તરીકેના તેમના સતત પ્રયાસોનું પ્રમાણ છે.
મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, 'મને ખુશી છે કે ભારત સરકારે સામાજિક ન્યાયના મહાન દીપક કર્પૂરી ઠાકુર જીને ભારત રત્ન આપવાનો નિર્ણય કર્યો છે અને તે પણ એવા સમયે જ્યારે આપણે તેમની જન્મશતાબ્દી ઉજવી રહ્યા છીએ.'