નવી દિલ્હીઃ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા BCCIએ આ પદ માટે નવી અરજીઓ મંગાવી છે. આવી સ્થિતિમાં આ પદ માટે ઘણા ભારતીય અને વિદેશી ખેલાડીઓના નામ સામે આવી રહ્યા છે. ESPNcricinfoના અહેવાલ મુજબ, ગૌતમ ગંભીર આ પદ માટે BCCIની પ્રથમ પસંદગી છે. BCCIએ મુખ્ય કોચ માટે KKRના મેન્ટરનો સંપર્ક કર્યો છે.
IPL ટીમોનું શાનદાર પ્રદર્શન: અહેવાલ મુજબ, એવી અપેક્ષા છે કે, IPL 2024 પૂર્ણ થયા પછી વધુ ચર્ચા થવાની અપેક્ષા છે. જોકે, ભારતના મુખ્ય કોચના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ IPL ફાઇનલના એક દિવસ પછી 27 મે છે. આ પહેલા વર્તમાન કોચ રાહુલ દ્રવિડે બે વખત આ પદ પર ચાલુ રહેવાનો ઇનકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ IPLની ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોલકાતા છોડ્યા પછી, ગંભીર છેલ્લા બે વર્ષથી લખનૌ સુપરજાયન્ટ્સના માર્ગદર્શક તરીકે કાર્યરત હતા અને તે બંને વર્ષોમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થયો હતો અને એક વખત ફાઈનલ રમ્યો હતો.