ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આપ વરિષ્ઠ નેતાનો ફોન આવ્યો', સ્વાતિ માલીવાલે પોતાના ખાનગી ફોટા લીક કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો - SWATI MALIWAL Allegations

આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે બુધવારે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના નેતાઓ પર તેમની વિરુદ્ધ બોલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેમને બદનામ કરવા માટે અમુક વસ્તુઓ કરવામાં આવી રહી છે. આપના રાજ્યસભા સાંસદે પક્ષના વડા અરવિંદ કેજરીવાલના ભૂતપૂર્વ અંગત સચિવ બિભવ કુમાર પર મુખ્યમંત્રીના નિવાસસ્થાને તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.SWATI MALIWAL Allegations

સ્વાતિ માલીવાલે પોતાના ખાનગી ફોટા લીક કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો
સ્વાતિ માલીવાલે પોતાના ખાનગી ફોટા લીક કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો (eetv bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 1:53 PM IST

Updated : May 23, 2024, 7:16 PM IST

નવી દિલ્લી:આમ આદમી પાર્ટી( આપ ) ના સાંસદ સ્વાતિ માલિવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી વિભવ કુમાર સામે તેમના પર થયેલા હુમલાના આરોપોને પાયાવિહોણા ગણાવતાં બુધવારના રોજ પોતાની પાર્ટી પર નવો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે ગુંડાઓના દબાણમાં આવીને પોતાના ઘૂંટણ ટેકવી દીધા છે અને તેમના ચરિત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.

પાર્ટીના એક વરિષ્ઠ નેતાનો ફોન આવ્યો: સ્વાતિ માલીવાલે આક્ષેપ કર્યો કે ' કાલે મારી ઉપર પાર્ટીના એક વરિષ્ઠ નેતાનો ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું કે, કેવી રીતે દરેકને કોઇનું દબાણ હોય છે. તેમને સ્વાતિ વિરુદ્ધ ગંદી વાતો બોલવાની છે. એના અંગત ફોટોને લીક કરીને એને તોડવાની છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,જે પણ સ્વાતિને સમર્થન કરશે તેને પાર્ટીમાંથી બહાર કરવામાં આવશે. કોઇને પ્રેસ કોન્ફરન્સ તો કોઇને ટ્વીટ કરવાની જવાબદારી આપવામાં આવી છે. કોઇનું કર્તવ્ય અમેરિકામાં બેઠેલા સ્વયંસેવકોને બોલાવવા અને મારા વિરુઘ્ઘ કંઇ બીજુ કાઢવાનો છે. આરોપીઓના નજીકના બીટ પત્રકારોની ફરજ છે કે તેઓ કેટલાક બનાવટી સ્ટિંગ ઓપરેશન કરે. તમે હજારોની ફોજ ઉભી કરી શકો છો. પણ હું તેમનો એકલા સામનો કરીશ કારણ કે સત્ય મારી સાથે છે. હું તેમનાથી નારાજ નથી. આરોપી ખૂબ તાકાતવર માણસ છે. મોટા મોટા નેતાઓ તેમનાથી ડરે છે.

સ્વાતિ માલિવાલે ગણાવી સ્વાભિમાનની લડાઈ: મને એ વાતનું દુ:ખ છે કે, દિલ્હીની મહિલા મંત્રી હાસ્યાસ્પદ રીતે પાર્ટીની એક મહિલા સાથીદારના ચરિત્રને કલંકિત કરી રહી છે. મેં મારા સ્વાભિમાનની લડાઈ શરૂ કરી છે, જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડતી રહીશ. આ લડાઈમાં હું સંપૂર્ણપણે એકલી છું પણ હાર નથી માની! ” એવું સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારને મુંબઈથી પરત લાવી હતી, જ્યાં એક દિવસ પહેલા તેના iPhoneમાંથી ડેટાની શોધ દરમિયાન લઈ જવામાં આવ્યો હતો.

ધરપકડ પહેલાં આઇફોન ફોર્મેટ કર્યો: દિલ્હીના મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના સંબંધમાં કુમાર પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે. મંગળવારે કુમારને તેના ફોનમાંથી ડેટા શોધવા માટે મુંબઈ લઈ જવામાં આવ્યો હતો, જે તેણે ધરપકડ પહેલાં કથિત રીતે ફોર્મેટ કર્યો હતો.

  1. કૌટુંબિક કાકાની કાળી કરતૂત, 16 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું, તો ભત્રીજીએ આપઘાતનો કર્યો પ્રયાસ - 16 YEAROLD MINOR SEXUALLY ASSAULTED
  2. આગ્રામાં જૂતાંના વેપારીઓ પર દરોડા, ત્રણ દિવસની કાર્યવાહીમાં કરોડોના કરોડોથી કેશ વાન ભરાઇ ગઇ - Agra IT Raid
Last Updated : May 23, 2024, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details