જમ્મુ:જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના કંડી વિસ્તારમાં રવિવારે ફૂડ પોઈઝનિંગની એક કરૂણ ઘટનામાં એક પરિવારના ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય બેની હાલત ગંભીર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજૌરીમાં અજીલ હુસૈનનું મૃત્યું થયું છે, જ્યારે રાબિયા કૌસર, હરમાના કૌસર અને રફ્તાર અહેમદે જમ્મુની શ્રી મહારાજા ગુલાબ સિંહ (એસએમજીએસ) હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત ગંભીર રીતે બીમાર બે દર્દીઓ પણ SMGS હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે.
જમ્મૂ-કાશ્મીરના રાજૌરીમાં ફૂડ પૉઈઝનિંગ, એક જ પરિવારના 4 લોકોના મોત 2ની સ્થિતિ ગંભીર - FOOD POISONING TRAGEDY
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ફૂડ પોઈઝનિંગના કારણે ચાર લોકોના મોત થયા છે જ્યારે અન્ય બેની હાલત ગંભીર છે.
Published : Dec 8, 2024, 6:52 PM IST
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિવારના તમામ છ સભ્યોએ એકસાથે ભોજન કર્યું હતું, ત્યાર બાદ તેમની હાલત બગડી હતી. ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ પ્રારંભિક તબીબી સહાય પૂરી પાડી હતી, પરંતુ દર્દીઓની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી, જેના કારણે તેમને વિશેષ સારવાર માટે SMGS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે કેસ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પૃથ્થકરણ માટે ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. આ દુ:ખદ ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. તો સ્થાનિક લોકો આ ઘટનામાં ગંભીર થયેલા બે લોકોના સાજા થવાની કામના કરી રહ્યા છે. આ ઘટનાને પગલે અધિકારીઓએ ખાદ્ય સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો છે અને લોકોને વિલંબ કર્યા વગર આવા કેસની જાણ કરવાનો આગ્રહ કર્યો છે.