નવી દિલ્હી :લોકસભા ચૂંટણી માટે ઈન્ડિયા ગઠબંધનની બીજી રેલી ઝારખંડના રાંચીમાં 21 એપ્રિલે યોજાવા જઈ રહી છે. આ રેલીમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ ભાગ લેશે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને રાજ્યસભાના સભ્ય સંજયસિંહ પણ આમ આદમી પાર્ટી તરફથી તેમની સાથે રહેશે.
AAP સ્ટાર પ્રચારક : આ પહેલા સુનીતા કેજરીવાલે આમ આદમી પાર્ટી વતી 31 માર્ચે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની રેલીમાં પણ ભાગ લીધો હતો. આ રેલી રામલીલા મેદાનમાં યોજાઈ હતી. હવે ઇન્ડિયા એલાયન્સની રાંચી રેલી 21 એપ્રિલના રોજ પ્રસ્તાવિત છે. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને આપેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલનું નામ પણ મોકલ્યું હતું. આ સિવાય આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને સ્ટાર પ્રચારકોની યાદીમાં અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયાના નામ આપ્યા છે, જેઓ તિહાર જેલમાં બંધ છે.
સીએમ કેજરીવાલની ધરપકડ :તમને જણાવી દઈએ કે EDએ 21 માર્ચે દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડના આરોપમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી, ત્યારથી તેઓ જેલમાં છે. તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી કેજરીવાલની ધરપકડને મુદ્દો બનાવી રહી છે. ઉપરાંત આમ આદમી પાર્ટીએ જેલનો જવાબ વોટથી અભિયાન પણ શરૂ કર્યું છે.
સુનીતા કેજરીવાલની રાજકારણમાં એન્ટ્રી ? એવી અટકળો હતી કે, અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં તેમની પત્ની સુનીતા કેજરીવાલ આ વખતે લોકસભા ચૂંટણી માટે ખુલીને પ્રચાર કરશે, તેથી તેમનું નામ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. અગાઉ રામલીલા મેદાનમાં આયોજિત ઈન્ડિયા એલાયન્સની રેલીમાં પણ સુનીતા કેજરીવાલે સ્ટેજ શેર કર્યું હતું. જોકે, સુનીતા કેજરીવાલે પોતાના વિધાનસભા ક્ષેત્ર નવી દિલ્હીમાં પોતાના પતિ અરવિંદ કેજરીવાલ માટે પ્રચાર કર્યો છે. પરંતુ હવે તેમણે સત્તાવાર રીતે પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. દિલ્હી ઉપરાંત તેઓ હવે ગુજરાત અને ઝારખંડમાં પણ પ્રચાર કરશે.
- સુનીતા કેજરીવાલ સહિત AAP નેતાઓ સામે ફરિયાદ, કોર્ટ પ્રક્રિયાનો વીડિયો શેર કરવાનો મામલો
- ઈન્ડિયા એલાયન્સ મહારેલી, કેજરીવાલ અને સોરેનની પત્નીએ રામલીલા મેદાનથી મોદી સરકારને ઘેરી