નવી દિલ્હી:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા દારૂ નીતિ કૌભાંડ કેસમાં ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ આમ આદમી પાર્ટી સતત આ કાર્યવાહીને ખોટી ગણાવી રહી છે.
CM કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે તેમનો સંદેશ વાંચી સંભળાવ્યો, જેમાં સીએમ કેજરીવાલે કહ્યું છે :
'જીવનની દરેક ક્ષણ દેશને સમર્પિત કરી
હું જલ્દી બહાર આવીશ
હું ટૂંક સમયમાં આપેલા તમામ વચનો પૂરા કરીશ
સમાજ સેવાનું કાર્ય બંધ ન થવું જોઈએ'
આ પછી સુનીતા કેજરીવાલે કહ્યું કે અરવિંદ કેજરીવાલ મનોબળ મજબૂત છે. કેજરીવાલ ટૂંક સમયમાં દેશને આપેલા દરેક વચનને પૂર્ણ કરશે. લોકોની પ્રાર્થના અરવિંદ કેજરીવાલ સાથે છે.
- વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ લોકસભા ચૂંટણી નહિ લડે, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત - Ranjan Bhatt Not Contest Elections
- મહુઆ મોઇત્રા સંબંધિત અનેક સ્થળો પર CBI દરોડા, કેશ ફોર ક્વેરી કેસમાં કાર્યવાહી - CBI raids Mahua Moitra