હૈદરાબાદ: ડિસેમ્બર મહિનાની શરૂઆત થવાની સાથે જ ઉત્તરભારતના પહાડી રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં કાતિલ ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે અને તાપમાનનો પારો માઈનસમાં જવા લાગ્યો છે. કેટલાંક પહાડી વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે.
ખાસ કરીને શ્રીનગરના ગુલમર્ગમાં ભારે હિમવર્ષાના પગલે લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ગુલમર્ગમાં ભારે હિમવર્ષા થતાં વાતાવરણ ખુબ આહલાદક પણ લાગી રહ્યું છે, આ ઉપરાંત હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પણ હળવી હિમવર્ષા નોંધાઈ છે.
ગુલમર્ગ બરફની સફેદ ચાદરમાં લપેટાયું (ANI) ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા: આ તરફ ઉત્તરાખંડમાં પણ કાતિલ શિયાળાએ દસ્તક દઈ દીધી છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામ સહિત હિમાલયના પહાડી વિસ્તારોમાં રવિવારે મોસમની પ્રથમ હિમવર્ષા થઈ. ગંગોત્રી, યમુનોત્રી અને હર્ષિલ ઘાટીમાં હિમવર્ષા થઈ છે. ઉત્તરકાશી સહિત તમામ નીચાણવાળા વિસ્તારોમાં હળવા વાદળો છવાયેલા રહ્યાં હતાં. આ સાથે જ તાપમાનમાં ભારે ઘટાડો થતાં ભારે ઠંડીની અસર શરૂ થઈ છે.
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં હિમવર્ષા (ANI) મહત્વપૂર્ણ છે કે, છેલ્લા ઘણાં દિવસોથી આંશિક ભારે તાપ અને ગરમી વચ્ચે રવિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવવા લાગ્યો અને જેના કારણે જિલ્લાના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું હતું. ગંગોત્રી અને યમુનોત્રી ધામ સહિત માતા ગંગાનો શિયાળા દરમિયાન વિશ્રામનું સ્થાન ગણાતું મુખબા ગામ વગેરે વિસ્તારોમાં મોસમની પ્રથમ હિમવર્ષા નોંધાઈ છે.
ગુલમર્ગમાં ભારે હિમવર્ષા (ANI) હિમવર્ષાના કારણે ગંગોત્રી અને યમુનોત્રી ધામ વિસ્તારનું તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું અને જિલ્લા મુખ્યાલયની આસપાસના વિસ્તારોનું તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું. તાપમાનમાં થયેલા આ મોટા ઘટાડા સાથે સમગ્ર જિલ્લામાં કાતિલ ઠંડીનું મોજું શરૂ થયું છે. જેના કારણે લોકોને સ્વેટર અને જેકેટ પહેરવાની ફરજ પડી છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હિમવર્ષાના કારણે આ શિયાળામાં સારી હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
શ્રીનગરનું ગુલમર્ગ બરફથી ઢંકાયુ (ANI) ચકરાતા/લોખંડીમાં હિમવર્ષા: જૌનસાર બાવરના પહાડી વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. ચકરાતાના લોખંડીમાં હિમવર્ષાથી સ્થાનિક લોકો તેમજ હોટેલીયર્સ ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હિમવર્ષાના કારણે ખેડૂતોના ચહેરા પણ ચમકી ઉઠ્યા છે. આ ઉપરાંત ચકરાતા કેન્ટોનમેન્ટ માર્કેટમાં મોડી રાતથી હિમવર્ષા ચાલુ રહી હતી.
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે 8 અને 9 ડિસેમ્બરે ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને પર્વતીય જિલ્લાઓના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની આગાહી કરી હતી. તેનું કારણ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાનું કહેવાય છે. હવે હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ છે જેને પગલે ગંગોત્રી, યમુનોત્રી અને હર્ષિલ ખીણમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે.
- ઉત્તરાખંડ ઈકો-ટૂરિઝમ દ્વારા 5 વર્ષમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે
- 17 નવેમ્બરે બંધ થશે બદ્રીનાથ ધામના દરવાજા, જાણો ચારધામની અંતિમ તારીખ માત્ર એક ક્લિકમાં...