ગુજરાત

gujarat

ETV Bharat / bharat

"ભારતમાં સ્લીપર સેલ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે પાકિસ્તાન-બાંગ્લાદેશના જેહાદીઓ" : આસામ STF - SLEEPER CELLS IN INDIA

આસામ STF દ્વારા તાજેતરમાં ABT ના 8 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ આતંકવાદી અભિયાન માટે સ્લીપર સેલ સ્થાપવામાં સામેલ હતા.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : 11 hours ago

નવી દિલ્હી :પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સ્થિત જેહાદી કટ્ટરપંથીઓ અને આતંકવાદી જૂથો આસામ અને પશ્ચિમ બંગાળને પોતાનો અડ્ડો બનાવીને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે દેશભરમાં સ્લીપર સેલ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા એજન્સીના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.

ભારતમાં સ્લીપર સેલ નેટવર્ક :આસામ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા ધરપકડ કરાયેલા આઠ જેહાદીઓની પૂછપરછના અહેવાલને ટાંકીને STF પ્રમુખ પાર્થ સારથી મહંતે શનિવારે ETV Bharatને જણાવ્યું હતું કે, આરોપીઓને સમગ્ર ભારતમાં સ્લીપર સેલ સ્થાપવાનું કામ સોંપવામાં આવ્યું છે. 'અમે મંગળવાર અને બુધવારે મધ્યરાત્રિએ આસામ, પશ્ચિમ બંગાળ અને કેરળમાંથી તમામ આઠ લોકોની ધરપકડ કરી છે.'

ABTના આઠ જેહાદી ઝડપાયા :ભારતીય ઉપખંડમાં અલ-કાયદા સાથે સંકળાયેલ અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) સાથે જોડાયેલા આઠ આરોપીઓ નવા સભ્યોની ભરતી કરવા આસામ, પશ્ચિમ બંગાળ અને કેરળના વિવિધ સ્થળોએ ગયા હતા. STF પ્રમુખે કહ્યું, 'તેઓ મુખ્યત્વે ABT ના સભ્યો હતા અને ઘણા આતંકવાદી સંગઠનોના ટોચના નેતાઓ સાથે પણ નજીકના સંપર્કમાં હતા.'

જેહાદી સામગ્રી ધરાવતા દસ્તાવેજો :આરોપીઓ પાસેથી ધાર્મિક અને જેહાદી સામગ્રી ધરાવતા ગુનાહિત દસ્તાવેજો, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો સાથે વાતચીત કરવા માટે ઉપયોગમાં લેવાતી વિવિધ શંકાસ્પદ એપ્લિકેશનો સાથેના મોબાઇલ ફોન પણ મળી આવ્યા હતા. જસીમુદ્દીન રહેમાનીના (અંસારુલ્લા બાંગ્લા ટીમના વડા) નજીકના સાથી મોહમ્મદ ફરહાન ઈસરાકની સૂચના પર આરોપીઓમાંથી એક સાદ રદી નવેમ્બરમાં ભારતમાં પ્રવેશ્યો હતો.

"ઓપરેશન પ્રઘાત" :નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં શરૂ થયેલ "ઓપરેશન પ્રઘાત" હેઠળ આ ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગુપ્તચર એજન્સી પાસેથી મળેલી માહિતી અને દેશવિરોધી પ્રવૃત્તિ સંબંધિત ગુપ્ત માહિતીની વિસ્તૃત અને લાંબી તપાસ બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. STF પ્રમુખે કહ્યું, 'જ્યારે પણ જરૂર પડશે ત્યારે આગામી દિવસોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.'

RSS નેતાઓની હત્યાની યોજના :અધિકારીઓએ દાવો કર્યો કે, આરોપીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) નેતાઓ સહિત હિંદુ નેતાઓની હત્યા કરવાની પણ યોજના ઘડી રહ્યા હતા. STF પ્રમુખે કહ્યું કે, જેહાદનું વિકૃત સંસ્કરણ ધરાવતા ધાર્મિક પુસ્તકો મળી આવ્યા બાદ અમે માનીએ છીએ કે તેઓ અમુક સમુદાયના લોકોને તેમની પ્રવૃત્તિમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

જૈશ-એ-મોહમ્મદના સભ્યની ધરપકડ :નોંધનીય છે કે, તાજેતરમાં જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) આસામના ગોલપારા જિલ્લામાંથી પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના (JEM) એક સભ્યની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું કે, જૈશ-એ-મોહમ્મદનો સભ્ય ઓનલાઇન કટ્ટરતા ફેલાવવામાં અને લોકોને આતંકવાદી સંગઠનોમાં ભરતી કરવામાં સામેલ હતો.

  1. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટરમાં 5 આતંકી ઠાર, સર્ચ ઓપરેશન જારી
  2. જમ્મુમાં આતંકી નેટવર્ક વિરુદ્ધ પોલીસની કાર્યવાહી, અનેક મદદગારની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details