ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bihar Police: બિહારના દરભંગામાં બે બોમ્બ વિસ્ફોટ બાદ પોલીસે 6 જીવતા બોમ્બ કબજે કર્યા - બોમ્બ બ્લાસ્ટ

બિહારના દરભંગામાં બે બોમ્બ વિસ્ફોટ બાદ પોલીસે 6 જીવતા બોમ્બ કબજે કર્યા છે. જ્યાંથી બોમ્બ મળી આવ્યા હતા તે નિર્માણાધીન મકાનના માલિકની સંડોવણી અંગે પોલીસ તપાસ કરી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી....

બિહારના દરભંગામાં બે બોમ્બ વિસ્ફોટ બાદ પોલીસે 6 જીવતા બોમ્બ કબજે કર્યા
બિહારના દરભંગામાં બે બોમ્બ વિસ્ફોટ બાદ પોલીસે 6 જીવતા બોમ્બ કબજે કર્યા

By ETV Bharat Gujarati Team

Published : Mar 2, 2024, 6:29 AM IST

દરભંગા: શું બિહાર વિસ્ફોટકના ઢગલા પર બેઠું છે ? આ સવાલ એટલા માટે છે કારણ કે ફરી એકવાર બિહારમાંથી જીવતા બોમ્બ મળી આવ્યા છે. બિહારના દરભંગામાં એક નિર્માણાધીન મકાનમાંથી પોલીસને 6 જીવતા બોમ્બ મળી આવ્યા છે. જો કે તમામ બોમ્બને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. પોલીસ મામલાની ઉંડાણ સુધી પહોંચવામાં વ્યસ્ત છે.

દરભંગામાંથી મળ્યા બોમ્બ: બોમ્બ રિકવરીનો મામલો બહાદુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાંથી પોલીસે છોટી એકમીમાં દરોડો પાડી બોમ્બ કબજે કર્યા હતા. કહેવાય છે કે ગુરુવારે રાત્રે એક ઘરની અંદરથી બે બોમ્બ વિસ્ફોટનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ડરી ગયા હતા. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

કોઈ મોટું ષડયંત્ર રચાઈ હોવાની આશંકાઃબાતમી મળતાં જ બહાદુરપુર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ સક્રિય થઈ ગઈ હતી. તરત જ પોલીસની ટીમ ત્યાં ધસી ગઈ હતી અને એક્શનમાં આવી હતી. અહીં એક નિર્માણાધીન મકાનમાંથી 6 જીવતા બોમ્બ મળી આવ્યા હતા. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગુનેગારો દ્વારા કોઈ મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. આ પહેલા પણ બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને ભાંડો ફૂટી ગયો હતો.

"બહાદુરગઢ પોલીસને રાત્રે ઘરમાં વિસ્ફોટની માહિતી મળી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગી હતી. સ્થળ પરથી બે બ્લાસ્ટ થયેલા બોમ્બના વેરવિખેર ટુકડા મળી આવ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી 6 જીવતા બોમ્બ પણ મળી આવ્યા છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.'' - શુભમ આર્ય, સિટી એસપી, દરભંગા

પોલીસ મકાનમાલિકની સંડોવણીની તપાસ કરી રહી છે: દરભંગા શહેરના એસપી શુભમ આર્યએ વધુમાં જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. માહિતી એકત્ર કરવામાં આવી રહી છે કે નિર્માણધીન મકાનનો માલિક મોહમ્મદ છે જેમાં જાવેદની શું સંડોવણી છે? આ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જો આ કેસમાં મોહમ્મદ જાવેદની સંડોવણી જણાશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

  1. explosion in cafe: કર્ણાટકના બેંગલુરૂના રામેશ્વર કેફેમાં વિસ્ફોટ, દુર્ઘટનામાં 5 લોકોને ઈજા
  2. JNU Students Fight: JNUમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી, લાકડીઓ ચલાવાઈ, સાઈકલ ફેંકાઈ

ABOUT THE AUTHOR

...view details