નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતી ગંભિર બની ગઇ છે. સીરિયામાં ઇઝરાયલે ઇરાનના દૂતાવાસ પર 300થી વધુ મિસાઇલ્સ છોડી હતી. જે પછી બંન્ને દેશોના સંબંધો ખરાબ થઈ ગયા હતા. ત્યારે આ મુદ્દે રવિવારે આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપના મેનિફેસ્ટોના લોન્ચિંગ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનુ નિવેદન આપ્યુ હતુ કે જો કેન્દ્રમાં બીજેપી ત્રીજી ટર્મંમાં ચૂંટાશે, તો આ યુધ્ધના માહોલમાં ભારતીયોના જીવન સુરક્ષિત રહેશે. તો તેમની સરકાર ખોવાયેલા,ફસાયેલા અને પીડિત ભારતીયોને બચાવવામાં મદદ કરશે. યુધ્ધ સ્થળ પર નિર્ણાયક કામગીરી કરવામાં આવશે. દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય મુખ્યાલયમાં પાર્ટીના 'સંકલ્પ પત્ર'ના અનાવરણ સમયે એક બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત પક્ષના નેતાઓને સંબોઘન કર્યુ હતુ કે "વિશ્વના દેશો યુદ્ધની સ્થિતિમાં છે. વિશ્વ પર અનિશ્ચિતતાના વાદળો છવાયેલા છે. વિશ્વના દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ છે. વિશ્વમાં કયાય શાંતિ નથી. આવા સમયે આપણા નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવી. એ કોઈપણ સરકાર માટે પ્રાથમિક અને સર્વોચ્ચ કાર્ય બની જાય છે. જો અમે ત્રીજી ટર્મમાં પાછા આવીશુ. આપણા લોકોની સલામતી અમારી સરકારની પહેલી પ્રાથમિકતા રહેશે.
પીએમ મોદીએ વઘુ જણાવ્યુ કે "જ્યારે વિશ્વમાં યુદ્ધનો ભય ઘેરી વળે છે, ત્યારે એક મજબૂત અને સ્થિર સરકાર સંપૂર્ણ બહુમતી સાથે ચૂંટાય તે વધુ જરૂરી છે. જે દેશને આર્થિક રીતે મજબૂત અને સ્થિર બનાવે છે. જે વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને તે આપણને 'વિકસિત ભારત'ના અંતિમ ધ્યેયને સિદ્ધ કરવા સંકલ્પબદ્ધ કરે છે.
ભાજપની આગેવાની હેઠળના એનડીએ પૂર્વ યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષો અને ગાઝામાં હમાસ સામે ઇઝરાયેલના આક્રમણથી પીડિત ભારતીયોને એરલિફ્ટ કરવાની કાર્યવાહી કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ સંપૂર્ણ લશ્કરી સંઘર્ષમાં પરિવર્તિત થતાં, યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા સ્થળાંતર મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ 'ઓપરેશન ગંગા'ની જાહેરાત 26 ફેબ્રુઆરી, 2022ના રોજ કરવામાં આવી હતી, અને તે 11 માર્ચ, 2022 સુધી હાથ ધરવામાં આવ્યુ હતુ. આ મિશનના ભાગ રૂપે, પૂર્વ યુરોપમાં માનવતાવાદી રાહત પૂરી પાડતી વખતે વાયુસેનાના વિમાનો તેમજ ખાનગી ફ્લાઇટ્સ દ્વારા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે પ્રયાસો હાથ ઘરાયા હતા.