નવી દિલ્હીઃઆમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે વડાપ્રધાન કાર્યાલય, ભાજપ અને વડાપ્રધાન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. સંજય સિંહે કહ્યું, 'અરવિંદ કેજરીવાલને રાજીવ ચોક, પટેલ ચોક મેટ્રો સ્ટેશન પર એક લેખિત સંદેશમાં ધમકી આપવામાં આવી છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેના માટે પીએમ, પીએમઓ અને ભાજપ જવાબદાર રહેશે. આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ ચૂંટણી પંચને પત્ર લખશે, તેમને મળવા અને સમય લઇને ફરિયાદ કરશે. સંજય સિંહે કહ્યુ હતું કે, ભાજપ તેમને એટલી નફરત કરે છે કે તે તેમનો જીવ લેવા તૈયાર છે.
અરવિંદ કેજરીવાલની હત્યાનો પ્રયાસ:રાજ્યસભાના સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો કે, "ભાજપે ભૂતકાળમાં પણ અરવિંદ કેજરીવાલની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. તેમને જેલમાં ઇન્સ્યુલિન પણ આપવામાં આવ્યું ન હતું. તેમનો જીવ લેવાનું સંપૂર્ણ કાવતરું ઘડવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ ષડયંત્રને સમજી લીધું છે." અને અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા. પટેલ નગર અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર અરવિંદ કેજરીવાલ પર હુમલાની ધમકીઓ લખવામાં આવી રહી છે.