હૈદરાબાદ: દેશભરમાં આન બાન શાન સાથે 76માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટીમાં પણ ઉંમગભેર ઉજવણી કરવામાં આવી હતી.
હૈદરાબાદ: રામોજી ફિલ્મ સિટીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી - REPUBLIC DAY 2025
દર વર્ષની જેમ આ વર્ષે પણ હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
રામોજી ફિલ્મ સિટીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, (Etv Bharat)
Published : Jan 26, 2025, 10:36 PM IST
રામોજી ફિલ્મ સિટી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રામોજી ફિલ્મ સિટીના મેનેજિંગ ડિરેક્ટર વિજયેશ્વરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી લીધી હતી.
આ કાર્યક્રમમાં રામોજી ફિલ્મ સિટીના ડિરેક્ટર કીર્તિ સોહાના, ETVના CEO બાપીનાડુ, UKMLના ડિરેક્ટર શિવ રામકૃષ્ણ, વાઇસ પ્રેસિડેન્ટ પબ્લિસિટી એ.વી. રાવ, બાગાયત વિભાગના ઉપપ્રમુખ રવિ ચંદ્રશેખર અને જૂથના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી હતી.