વિજયવાડા:ઈનાડુના મેનેજિંગ ડિરેક્ટર અને શ્રી રામોજી રાવના પુત્ર ચેરુકુરી કિરણ રાવે ગુરુવારે આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીના વિકાસ માટે 10 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, શહેર માટે રામોજી રાવના વિઝનને ચાલુ રાખવા માટે પરિવાર તરફથી તે પ્રતીકાત્મક સંકેત છે. કિરણે અહીં રામોજી રાવના સન્માનમાં આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા આયોજિત સ્મારક સમારોહમાં હાજરી આપતાં રાજનેતાઓ, ફિલ્મ સ્ટાર્સ અને અગ્રણી સામાજિક હસ્તીઓના એક પ્રતિષ્ઠિત મેળાવડાને સંબોધતા કહ્યું, "આ મહાનગરના નિર્માણ માટે એમના દૃષ્ટીકોણને જાળવી રાખવા માટે પરિવારની તરફથી એક પ્રતિકાત્મક ઇશારાના રુપમાં, અમે આ શહેરના વિકાસના કામો માટે વાપરવા માટે 10 કરોડ રુપિયાનો ચેક રજૂ કરતા ખુબ જ આનંદ અનુભવીએ છીએ." આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને નાયબ મુખ્ય મંત્રી પવન કલ્યાણ સ્મારક સમારોહમાં હાજરી આપનારાઓમાં સામેલ થયા હતા. કિરણે કહ્યું કે, "અમરાવતીનું નામકરણ કરવા ઉપરાંત, તેઓ હંમેશા આ નવા શહેરના સર્વાંગી વિકાસ માટે તત્પર હતા," નોંધનીય છે કે, રામોજી રાવ સૌપ્રથમ આંધ્ર પ્રદેશની રાજધાની માટે અમરાવતી નામ સૂચવ્યું હતું.
પોતાના પિતા અને દિગ્ગજ મીડિયા બેરોનને શ્રદ્ધાંજલિ આપતા કિરણે તેમને "જીવનભર જાહેર જીવનમાં મૂલ્યો અને લોકોના કલ્યાણ માટે મજબૂત યોદ્ધા" તરીકે વર્ણવ્યાં હતા.