ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Railway ટિકિટ બુકિંગના નિયમો બદલાયા, હવે 4 મહિના પહેલા નહીં કરવાનું થાય બુકિંગ, જાણો શું ફેરફાર થયા

ભારતીય રેલવેએ વેઇટિંગ ટિકિટના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે મુસાફરોએ 120 દિવસની જગ્યાએ 60 દિવસ અગાઉ ટિકિટ બુક કરાવવી પડશે. - Railway reservation

ટિકિટ બુકિંગના નિયમો બદલાયા
ટિકિટ બુકિંગના નિયમો બદલાયા (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2024, 5:03 PM IST

નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર છે. ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગને લઈને મોટા ફેરફારો કર્યા છે. રેલવે મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ એડવાન્સ રિઝર્વેશનની સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે.

રેલવેનો આ નિયમ 1 નવેમ્બર 2024થી અમલમાં આવશે. જોકે, અત્યાર સુધી બુકિંગ કરાવનારાઓનું રિઝર્વેશન યથાવત રહેશે. હાલમાં પણ લોકો 31 ઓક્ટોબર સુધી 120 દિવસમાં રિઝર્વેશન કરાવી શકે છે. રેલવે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ચાર મહિના પહેલા જ્યારે ટિકિટ બુક કરવામાં આવી હતી ત્યારે લોકો મોટી સંખ્યામાં ટિકિટ કેન્સલ કરાવતા હતા, પરંતુ હવે જો 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવવામાં આવે તો ટિકિટ કેન્સલ થવાની સંખ્યા ઓછી થઈ જશે.

ટૂંકા અંતરની ટ્રેનો માટે ટિકિટ બુકિંગમાં કોઈ ફેરફાર નહીંઃ રેલવે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે ટ્રેનો એક જ દિવસમાં પોતાની મુસાફરી પૂરી કરે છે, તેમની ટિકિટ 30 દિવસ પહેલા બુક કરાવી શકાય છે. આ ટ્રેનોના રિઝર્વેશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તાજ એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ જેવી ટ્રેનો જે 1 દિવસમાં ગંતવ્ય સ્થાને પહોંચે છે. તેમની ટિકિટ બુકિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. લાંબા અંતરની ટ્રેન જે રાત્રે પણ ચાલે છે. આ જ ટ્રેનોના રિઝર્વેશનનો સમય 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે.

વિદેશી નાગરિકો 1 વર્ષ અગાઉથી ટિકિટ બુક કરાવી શકે છેઃ ભારતની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓને 1 વર્ષ અગાઉથી ટ્રેનોમાં ટિકિટ બુક કરવાની સુવિધા મળે છે. રેલ્વે મંત્રાલય દ્વારા વિદેશીઓને આપવામાં આવતી આ સુવિધામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિદેશી પ્રવાસીઓ એક વર્ષ અગાઉથી ટ્રેનની ટિકિટ બુક કરાવી શકે છે.

  1. જસ્ટિસ સંજીવ ખન્નાને દેશના આગામી ચીફ જસ્ટિસ બનાવવા માટે CJIની ભલામણ
  2. નાગરિકતા અધિનિયમની કલમ 6A ની બંધારણીય માન્યતા, સુપ્રીમ કોર્ટે આપ્યું સમર્થન

ABOUT THE AUTHOR

...view details