ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી રજૂ કર્યું દેશના વિકાસનું વિઝન - PM MODI ON INDEPENDENCE DAY - PM MODI ON INDEPENDENCE DAY

દેશના 68માં સ્વાતંત્ર્ય દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સ્થિતિ અને ભવિષ્ય બાબતે અનેક મુદ્દાઓ વિઝન સ્વરૂપે રજૂ કર્યા હતા. લાલ કિલ્લા પરિસરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની થીમ અંગે પોતાના વિસ્તૃત વ્યક્તવ્યમાં કહી છે અનેક બાબતો. જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વક્તવ્યના મહત્વના મુદ્દા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ((ANI Photo))

By Yogaiyappan A

Published : Aug 15, 2024, 4:35 PM IST

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11મી વખત દિલ્લીના લાલ કિલ્લાથી રાષ્ટ્રજોગ વ્યકતવ્ય આપ્યું હતુ. જેમાં દેશની હાલની સ્થિતિ અને ભવિષ્યના વિકાસની રૂપરેખા વણી લેવામાં આવી છે. લાલ કિલ્લા પરિસરમાં કુલ 6,000 વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગો લહેરાયો અને દેશને 2047 સુધીમાં વિકસિત દેશ નિર્માણ કરવા માટે સરકારના પ્રયાસને રજૂ કર્યા હતા. પોતાના વિસ્તૃત ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાન નાગરિક સંહિતા, 6 - G, 2026માં ઓલિમ્પિક માટેની તૈયારી, અંતરિક્ષ માટે સ્ટાર્ટઅપ, મેડિકલ કોલેજોમાં વધુ 75,000 બેઠકોની જાહેરાત. વોકલ ફોર લોકલ, મોસમ પરિવર્તન, વન નેશન - વન ઇલેક્શન સહિત પ્રવર્તમાન બાંગ્લાદેશની સ્થિતિ અંગે ઉલ્લેખ કર્યો હતો.

વન નેશન, વન ઈલેકશનથી સંસાધનોની બચત થશે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં સતત ચાલતી ચૂંટણીથી સમય, નાણાં અને વિકાસ કાર્યો પર અસર થાય છે. એમ જણાવી ઉમેર્યું હતુ કે, દેશમાં સતત ચાલતી ચૂંટણીઓથી વિકાસ કાર્યોમાં અંતરાયો ઉભા થાય છે. દેશની પ્રગતિ માટે વન નેશન - નવ ઇલેકશન ફાયદાકારક છે. જેનાથી દેશની પ્રગતિ માટે સમય અને નાણાંકીય સંસાધનોનો મહત્તમ ઉપયોગ લોક કલ્યાણ માટે કરી શકાય. દેશના વિવિધ પક્ષોએ આ મુદ્દે એક સાથે રહેવું જોઇએ.

દેશમાં ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતા સમયની માંગ છે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સ્વાતંત્ર્ય દિવસના ભાષણમાં દેશમાં ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતાની ભલામણ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હવે સમયની માંગ છે કે દેશમાં ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતા હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં ભાર મુક્યો હતો કે, સમાન નાગરિક સંહિતા બાબતે સર્વોચ્ચ અદાલતે પણ આ મામલે અનેક વખત ચર્ચા કરી છે. દેશનો મોટો વર્ગ સમાન નાગરિક સંહિતા બાબતે એકમત છે. હાલ દેશમાં જે નાગરિક સંહિતામાં આપણે રહીએ છીએ એ એક રીતે સાંપ્રદાયિક નાગરિક સંહિતા છે. જેથી સમયની માંગ છે કે દેશમાં ધર્મ નિરપેક્ષ નાગરિક સંહિતા આવે. જેથી દેશ ધર્મના આધારિત ભેદભાવથી મુક્ત બને.

દેશના એક લાખ યુવાઓ રાજકીય ક્ષેત્રે આવે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં રાજકીય ક્ષેત્ર થકી દેશના વિકાસમાં સહભાગી બનવા માટે દેશના એક લાખ યુવાઓ રાજકીય પ્રણાલીમાં આવે. જેનાથી રાજકારણમાં સગાવાદ અને જ્ઞાતિવાદના અનિષ્ઠો બંધ થાય.

મહિલા સુરક્ષા સરકારની અગ્રીમતા છે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

સમાજમાં મહિલાઓ સાથે થતા આચરનાર ગુનેગારોને સખત સજા મળવી જોઇએ કહી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યુ હતુ કે, ગુનેગારોના મનમાં ડર પેદા થવો જોઈએ. મહિલા વિરુદ્ધ તેઓ કોઈ પણ પ્રકારનો ગુનો થાય ત્યારે એ કેસની ચર્ચા થાય છે, પણ હવે સમય આવી ગયો છે કે, ગુનેગારને સજા થાય ત્યારે સજાની પણ ચર્ચા થવી જોઈએ. જેથી ગુનેગારના મનમાં ડર રહે કે, ગુનાની આકરી સજા મળે છે.

પાડોશી બાંગ્લાદેશમાં જે થાય છે એ ચિંતાજનક છે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પોતાના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાડોશીઓનો ઉલ્લેખ કર્યો હતો. પણ પાકિસ્તાન શબ્દનો ઉલ્લેખ કર્યો ન હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા બાદ જે રાજકીય સ્થિતિ સર્જાઈ છે એ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને આશા સેવી છે કે, બાંગ્લાદેશમાં સત્વરે સ્થિતિ સામાન્ય બની જશે. દેશના 140 કરોડ લોકોને બાંગ્લાદેશમાં હિંદુ અને લઘુમતીની સલામતી અંગે છે. ભારત હંમેશાથી પાડોશી દેશમાં શાંતિ અને સમૃદ્ધિ રહે. ભારત હંમેશાથી માનવતા અને કલ્યાણ અંગે વિચારે છે.

દેશમાં 75,000 નવી મેડિકલ બેઠકોની જાહેરાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

આવતા પાંચ વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજોમાં નવી 75,000 બેઠકો ઉમેરવાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે. વિકસિત ભારત સ્વસ્થ ભારત બને એ પણ આવશ્યક છે.

2036માં ઓલિમ્પિકની તૈયારીઓ શરુ કરી છે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પેરિસ ઓલિમ્પિકમાં દેશના રમતવીરોએ સારું પ્રદર્શન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકના વિજેતાઓને અભિનંદન આપતા જણાવ્યું કે, પેરિસમાં પેરાઓલિમ્પિક માટે ભારતથી ખેલાડીઓ જવાના છે. તેઓ ને પણ હું સફળતા માટે શુભકામના પાઠવું છુ. ભારતે G-20ની યજમાની સફળતાપુર્વક કરી હતી. જે દર્શાવે છે કે દેશ મોટા પાયે આયોજન કરી શકે છે. 2036ના ઓલિમ્પિકની યજમાની કરવાનું ભારતનું સ્વપ્ન છે. અને અમે તેના આયોજનીની તૈયારી કરી રહ્યાં છીએ.

મેઇડ ઈન ઇન્ડિયા ચિપ- સેમી કંડક્ટરનું ઉત્પાદન:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સેમી કંડકટરના નિર્માણ માટે ભાર આપતા જણાવ્યું હતુ કે, દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં વૈશ્વિક નેતા બનવાની ભારતની પ્રતિબદ્ધતા છે. જેનાથી સેમી કંડક્ટરની વિદેશી આયાત ઘટશે અને તકનીકી આત્મનિર્ભરતા વધશે.

મોદી મંત્ર - ઈઝ ઓફ લિવિંગ મિશન:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ઇઝ ઓફ લિવિંગ'ને પૂર્ણ કરવાના પોતાના વિઝનની રૂપરેખા આપી હતી. તેમણે વ્યવસ્થિત મૂલ્યાંકન અને માળખાગત સુવિધાઓ અને સેવાઓમાં સુધારા મારફતે શહેરી વિસ્તારોમાં જીવનની ગુણવત્તા વધારવાની વાત કરી હતી.

સ્કિલ ઇન્ડિયા બનશે કૈૌશલ્ય ભારતનો પાયો:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં બજેટ 2024-25નો ઉલ્લેખ કરી ઉમેર્યુ હતુ કે, દેશનાં યુવાનોને તાલીમ આપવા અને ભારતને દુનિયાની કૌશલ્યની રાજધાની બનાવવી છે. જેનાથી ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્રમાં પરિવર્તિત કરવાની, તેના વિશાળ સંસાધનો અને કુશળ કાર્યબળનો ઉપયોગ કરવાની કલ્પના કરી હતી.

ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વદેશી ડિઝાઇન ક્ષમતાઓમાં વધારો કર્યો છે કહી ઉમેર્યુ કે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોને પહોંચી વળે તેવા ઉત્પાદનો બનાવવાની વિનંતી કરી હતી. મેડ ઇન ઇન્ડિયા ગેમિંગ પ્રોડક્ટ્સ સાથે આવવા માટે ભારતે પોતાના સમૃદ્ધ પ્રાચીન વારસા અને સાહિત્યનો લાભ લેવો પડશે.

ગ્રીન જોબ્સ અને ગ્રીન હાઇડ્રોજન મિશન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં મોસમ પરિવર્તન અને જળવાયુ પરિવર્તન અંગે ગ્રીન જોબ્સ પર મહત્વ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દેશનું ધ્યાન હવે હરિયાળી વૃદ્ધિ અને હરિયાળી રોજગારી પર કેન્દ્રિત છે, જે પર્યાવરણીય સંરક્ષણમાં પ્રદાન કરવાની સાથે રોજગારીની તકોનું સર્જન કરશે. વર્ષ 2030 સુધીમાં 500 ગિગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા હાંસલ કરવાનાં ભારતનાં મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, જી-20 દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જેણે પેરિસ સમજૂતીનાં લક્ષ્યાંકો હાંસલ કર્યા છે.

દેશ બદલાશે, દેશ વિકસિત થશે:દેશના 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના 11માં અને ઐતિહાસિક ભાષણમાં જેશના ભાવી વિકાસનો એજન્ડા મુક્યો છે. જેનો ઉદ્દેશ ભારતની વૃદ્ધિને આકાર આપવાનો, નવીનતાને વેગ આપવાનો અને વિવિધ ક્ષેત્રોમાં દેશને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે.

  1. 78માં સ્વતંત્રતા દિવસ પર દેશના વડાપ્રધાને પહેરી ખાસ પાઘડી, જાણો શું છે તેની ખાસિયત - 78th independence day

ABOUT THE AUTHOR

...view details