નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના તારણો સામે આવ્યા છે. વિવિધ ચૂંટણી એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા એક્ઝિટ પોલના આંકડા જમ્મુ અને કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા અને હરિયાણામાં કોંગ્રેસની જીતની આગાહી કરી રહ્યા છે.
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, કોંગ્રેસ-એનસી ગઠબંધનને જમ્મુ અને કાશ્મીરમાં 35-45 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે ભાજપને 24-34 બેઠકો મળી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપીને 4-6 બેઠકો અને એન્જિનિયર રશીદની AIP પાર્ટીને 3-8 બેઠકો મળવાની ધારણા છે.
'પીપલ્સ પલ્સ'ના એક્ઝિટ પોલના ડેટા અનુસાર, નેશનલ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીરમાં 33-35 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધનને જમ્મુ-કાશ્મીરમાં 46-50 બેઠકો મળવાની સંભાવના છે.
'પીપલ્સ પલ્સ'એ હરિયાણામાં કોંગ્રેસની મોટી જીતની આગાહી કરી છે. પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલના ડેટા અનુસાર હરિયાણામાં કોંગ્રેસને 90માંથી 55 સીટો મળવાની આગાહી કરવામાં આવી છે. પીપલ્સ પલ્સ ડેટા અનુસાર, ભાજપને હરિયાણામાં 20-32 અને જમ્મુ-કાશ્મીરમાં 23-27 બેઠકો મળવાની ધારણા છે.
જમ્મુ અને કાશ્મીર માટે પીપુલ્સ પલ્સનો અંદાજ
નેશનલ કોન્ફરન્સ - 33-35
ભાજપ – 23-27
કોંગ્રેસ – 13-15
પીડીપી - 7-11
અન્ય - 4-5
હરિયાણા માટે પીપુલ્સ પલ્સનું અનુમાન
કોંગ્રેસ – 49-61
ભાજપ – 20-32
જેજેપી - 0-3
અન્ય - 5-8
ઇન્ડિયા ટુડે-સી-વોટર એક્ઝિટ પોલના પરિણામો
ઈન્ડિયા ટુડે અને સી-વોટરના એક્ઝિટ પોલના ડેટા અનુસાર, જમ્મુ ડિવિઝનની 43 બેઠકોમાંથી ભાજપને 27-31 બેઠકો મળી શકે છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને 11-15 અને પીડીપીને બે બેઠકો મળી શકે છે.
જમ્મુ અને કાશ્મીર માટે ઈન્ડિયા ટુડે-સી-વોટરનો અંદાજ-
કોંગ્રેસ-NC – 40-48
ભાજપ – 27-32
પીડીપી – 6-12
અન્ય - 6-11
ધ્રુવ રિસર્ચનો એક્ઝિટ પોલ
ધ્રુવ રિસર્ચના એક્ઝિટ પોલના ડેટા અનુસાર હરિયાણામાં કોંગ્રેસને 50-64 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે ભાજપને 22-32 બેઠકો મળવાનું અનુમાન છે.
રિપબ્લિક ભારત-મેટ્રિક્સ એક્ઝિટ પોલ
રિપબ્લિક ભારત-મેટ્રિક્સ એક્ઝિટ પોલના અનુમાન મુજબ, હરિયાણામાં કોંગ્રેસને 55-62 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને 18-24 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે જેજેપીને 0-3 અને અન્યને 5-11 બેઠકો મળવાનો અંદાજ છે.
બંને રાજ્યોમાં 90-90 બેઠકો
બંને રાજ્યોમાં 90-90 વિધાનસભા બેઠકો છે. જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ ત્રણ તબક્કામાં યોજાઈ હતી, જ્યારે હરિયાણાની તમામ 90 બેઠકો માટે શનિવારે એક તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.
ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, ચૂંટણી એજન્સીઓ મતદાન સમાપ્ત થયાના અડધા કલાક પછી એક્ઝિટ પોલના ડેટા જાહેર કરી શકે છે. વિવિધ મીડિયા જૂથો અને પોલ એજન્સીઓના એક્ઝિટ પોલ મતદાનના દિવસે મતદારોના પ્રતિસાદ પર આધારિત છે.
એક્ઝિટ પોલના ડેટાને ચૂંટણી પરિણામોનું પ્રતિબિંબ માનવામાં આવે છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે, સંબંધિત રાજ્યમાં કોઈ પાર્ટી જીતી શકે છે. જોકે, ઘણી વખત આ આંકડા ખોટા સાબિત થયા છે.
જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે એક સાથે જાહેર કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ અને 10 વર્ષના અંતરાલ બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. તેથી તમામની નજર ચૂંટણીના પરિણામો પર છે. જ્યારે હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે. આ વખતે કોંગ્રેસ રાજ્યમાં સત્તામાં પરત ફરવાની આશા સેવી રહી છે.
- લાઈવ હરિયાણાની તમામ 90 બેઠકો પર મતદાન પૂર્ણ, 5 વાગ્યા સુધીમાં 61 ટકા મતદાન, હુડ્ડાએ કહ્યું હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે - haryana election 2024
- હરિયાણાની તમામ 90 બેઠકો પર કોણ જીતશે ચૂંટણી "દંગલ", જાણો શું છે સમીકરણ... - Haryana Assembly Election 2024