મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું, આજથી એક મહિના પહેલાં ભારતના ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા, ત્રીજી વખત પીએમ બનતાની સાથે જ આપને મળવા આવી પહોંચ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે, પોતાની ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું.
મોસ્કોમાં ભારતીય સમુદાયને પીએમ મોદીનું સંબોધન, કહ્યું ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું - pm narendra modi russia visit - PM NARENDRA MODI RUSSIA VISIT
Published : Jul 9, 2024, 10:17 AM IST
|Updated : Jul 9, 2024, 11:56 AM IST
મોસ્કો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. આજે તેમના રશિયા પ્રવાસનો બીજો દિવસ છે. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે મોસ્કો નજીક રશિયન રાષ્ટ્રપતિના નોવો-ઓગાર્યોવો નિવાસસ્થાને અનૌપચારિક બેઠક યોજી હતી. પીએમ મોદીની રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતનો આજે બીજો દિવસ છે.
LIVE FEED
મોસ્કોમાં ભારતીય સમુદાયને પીએમ મોદીનું સંબોધન, કહ્યું ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પીએમ મોદીની ઉષ્માભેર મુલાકાત
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પીએમ મોદીની મુલાકાત બાદ અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે, યુક્રેન સંર્ઘર્ષનું સમાધાન સંયુક્ત રાષ્ટ્ર અનુસાર થવું જોઈએ.
પીએમ મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે ઉષ્માભર્યું અભિવાદન જોવા મળ્યું
પીએમ મોદીની રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યાં છે. રશિયાના વિદેશ મંત્રાલયે એક વીડિયો શેર કર્યો છે જેમાં પીએમ મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે ઉષ્માભર્યું અભિવાદન જોવા મળી રહ્યું છે.