ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM Modi: આભાર પ્રસ્તાવમાં વડા પ્રધાને આત્મ વિશ્વાસ રજૂ કર્યો, ભાજપ 370 બેઠકો જીતશે-મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કર્યો. સંબોધન દરમિયાન પીએમ મોદીએ લોકસભા ચૂંટણી સંદર્ભે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો. પીએમએ કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને 370 બેઠકો મળશે અને NDA 400થી બેઠકોને પાર કરી જશે. વડા પ્રધાને કૉંગ્રેસ પર આકરા વાકપ્રહાર પણ કર્યા હતા. કોંગ્રેસ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે, એવું લાગે છે કે પાર્ટીએ વિપક્ષમાં રહેવાનો નિર્ણય લીધો છે. તેમની પહેલા, અન્ય સાંસદોએ આભાર પ્રસ્તાવમાં તેમના વિચારો વ્યક્ત કર્યા. ચીનને લઈને કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર પર આક્ષેપો કર્યા. અધીર રંજન ચૌધરીએ માલદીવ અંગે ભારતની નીતિની ટીકા કરી. તેમણે કહ્યું કે, સરકાર હવે રામના શરણમાં છે. PM Modi on Presidents Address

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 7:30 PM IST

લોકસભા ચૂંટણીમાં ભાજપ 370 બેઠકો જીતશે-મોદી
લોકસભા ચૂંટણીમાં ભાજપ 370 બેઠકો જીતશે-મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કર્યો. તેમના પહેલા, અન્ય સાંસદોએ આભાર પ્રસ્તાવમાં તેમના વિચારો વ્યક્ત કર્યા. ચીનને લઈને કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર પર વાકપ્રહાર કર્યા. અધીર રંજન ચૌધરીએ માલદીવ અંગે ભારતની નીતિની ટીકા કરી.

વડા પ્રધાન મોદીના સંબોધનના મુખ્ય અંશોઃ

વિપક્ષ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષે એક જ બાજુ પર બેસવાનું નક્કી કર્યું છે. મને પણ લાગે છે કે આગામી ચૂંટણીમાં તેઓ ચોક્કસપણે પ્રેક્ષક ગેલેરીમાં જોવા મળશે.

વિપક્ષે દેશ ઘણો તોડી નાખ્યો છે, બીજી તરફ નેતાઓ બદલાય છે, પરંતુ ટેપ રેકોર્ડ એ જ રહે છે. તેઓ ચૂંટણી માટે વધુ મહેનત કરવા માંગતા નથી. હવે હું આ પણ શીખવીશ.

વિપક્ષની હાલત માટે કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી જવાબદાર છે. તેની પાસે સારી વિપક્ષી પાર્ટી બનવાની તક હતી, પરંતુ તે પોતાની જવાબદારીમાં નિષ્ફળ ગઈ.

કૉંગ્રેસે અન્ય પાર્ટીઓના ઘણા નેતાઓને આગળ આવવા ન દીધા. તેઓ ઈચ્છે છે કે તેમની પાર્ટીનો એક જ ચહેરો દરેક જગ્યાએ જોવા મળે.

કૉંગ્રેસના નેતાઓ જ કહે છે કે તેમણે દુકાન ખોલી છે, પરંતુ તેની દુકાન હવે બંધ થવાની છે. એક જ પરિવારના ઘણા લોકો રાજકારણમાં આવી શકે છે, પરંતુ જે પક્ષ એક પરિવારના હિતોને આગળ ધપાવે છે અને તમામ નિર્ણયો લે છે, તેને પરિવારવાદ કહેવાય છે.

કૉંગ્રેસ કેન્સલ કલ્ચરમાં માનવા લાગી છે. અમે કહીએ છીએ – નવી સંસદ ભવન, તેઓ કહે છે કેન્સલ. અમે કહીએ છીએ – મેક ઇન ઈન્ડિયા, તેઓ કહે છે – કેન્સલ. કૉંગ્રેસને મોદી પ્રત્યે બહુ નફરત છે. આજે આખી દુનિયા ભારતના વખાણ કરી રહ્યો છે.

આ મોદીની ગેરંટી છે કે ભારત અમાાર 3જા કાર્યકાળમાં વિશ્વની 3જી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે.

હવે વિપક્ષ કહે છે કે આમાં શું છે, આપોઆપ થઈ જશે, પરંતુ હું દેશને જણાવવા માંગુ છું કે સરકાર શું છે.

ફેબ્રુઆરી 2014માં વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે કૉંગ્રેસના નાણામંત્રીએ કહ્યું હતું - અમે વિશ્વની 11મી સૌથી મોટી આર્થિક શક્તિ બની ગયા છીએ. આગામી 30 વર્ષમાં ભારત 3જા સ્થાને પહોંચી જશે. આ તેમની દ્રષ્ટિ હતી. તેમજ જો તેઓ 11મા રેન્કિંગથી ખુશ હતા તો આજે તમે 5મા સ્થાન પર ગર્વ કેમ નથી કરતા.

જો કૉંગ્રેસની ગતિએ કામ થઈ રહ્યું હોત તો આજે દેશ વિકાસના જે સ્તરે પહોંચ્યો છે તેને પહોંચવામાં બીજા 100 વર્ષ લાગ્યા હોત.

નેહરુએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ભારતની જનતામાં વધુ કામ કરવાની વૃત્તિ નથી. એટલે કે, તેમણે કહ્યું કે, ભારતીયો આળસુ છે. ઈન્દિરાજીએ પણ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, જ્યારે કોઈ શુભ કાર્ય પૂર્ણ થવાનું હોય છે, ત્યારે આપણે આત્મસંતુષ્ટ થઈ જઈએ છીએ અને નિષ્ફળતા પર આખો દેશ હારનો અનુભવ કરી લે છે.

થોડા દિવસ પહેલા જ વિરોધીઓએ ભાનુમતી કુળ ઉમેર્યુ હતું. હવે તેમનું ગઠબંધન ખાડે ગયું છે. જો ગઠબંધનના લોકોને એકબીજા પર વિશ્વાસ નથી, તો તેમના પર દેશની જનતા કેવી રીતે વિશ્વાસ કરશે. અમને દેશની તાકાત અને શક્તિમાં પૂરો વિશ્વાસ છે.

અમે પહેલી ટર્મમાં કૉંગ્રેસે કરેલ ગાબડા પૂરવાનું કામ કર્યુ. બીજી ટર્મમાં વિકાસ કર્યો. 3જી ટર્મમાં વેગ આપીશું.

સ્વચ્છ ભારત, ઉજ્જવલા, આયુષ્માન, બેટી બચાવો-બેટી પઢાવો, સુગમ્ય ભારત, ડિજિટલ ભારત જેવા જન કલ્યાણના કાર્યોને પ્રોત્સાહન આપી આગળ ધપાવ્યા.

ટેક્સ સિસ્ટમને સરળ બનાવી. GSTનું અમલીકરણ કર્યું તેથી જ જનતાએ અમને બીજી તક આપી.

અમે બીજી ટર્મમાં ઠરાવો પૂરા કર્યા. જનતાએ કલમ 370 નાબૂદ થતી જોઈ. નારી શક્તિ વંદન કાયદો બન્યો.

બ્રિટિશ શાસનના જૂના કાયદા દૂર કરવામાં આવી રહ્યા છે. આઈપીસીમાં સુધારો કરવામાં આવ્યો હતો. 40 હજારથી વધુ અનુપાલન સમાપ્ત થયા હતા. અમૃત ભારત, નમો ભારત આવ્યા.

ભગવાન રામ ન માત્ર તેમના ઘરે પરત ફર્યા, પરંતુ એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જે ભારતની મહાન સાંસ્કૃતિક પરંપરાને ઊર્જા આપતું રહેશે.

અમારી ત્રીજી ટર્મ પણ બહુ દૂર નથી. દેશની જનતાનો મૂડ NDAને 400 પાર કરાવવાનો છે. જ્યારે ભાજપ એકલા હાથે 370 બેઠકો જીતશે.

તાજેતરમાં જ્યારે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવ્યો હતો, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે કૉંગ્રેસ પાર્ટીએ તેમનું ઘણું અપમાન કર્યું હતું, કારણ કે કૉંગ્રેસને અત્યંત પછાત વર્ગ પસંદ નથી. તે સતત તેમનું અપમાન કરતી રહે છે.

વર્તમાનમાં તેઓ સરકારમાં OBCના કેટલા પદો છે તે અંગે ઘણી ચર્ચા કરી રહ્યા છે. તેમની સામે સૌથી મોટો OBC ઉભો છે, તેઓ તેને જોઈ શકતા નથી.

  1. PPC 2024: આજે પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે 'પરીક્ષા પે ચર્ચા', PM વિદ્યાર્થીઓને આપશે સફળતાનો મંત્ર
  2. Bihar Political Crisis: રાજધાનીમાં લગાવવામાં આવેલા નવા પોસ્ટરો પર પીએમ મોદી નીતિશ કુમાર સાથે જોવા મળ્યા

ABOUT THE AUTHOR

...view details