નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કુવૈતના બે દિવસીય પ્રવાસે છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાતે છે. તમને જણાવી દઈએ કે, 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વર્ષ 1981માં કુવૈતની મુલાકાતે ગયા હતા. જે બાદ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ 2009માં મુલાકાત લીધી હતી.
જાણો પીએમ મોદીનો બે દિવસીય કાર્યક્રમ
PM મોદી 2 કલાક 20 મિનિટ પછી કુવૈત પહોંચશે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદીની કુવૈતની મુલાકાત લેબર કેમ્પમાં રોકાણ સાથે શરૂ થશે, જ્યાં વડાપ્રધાન ભારતીય કામદારોને મળશે. આ પછી પીએમ મોદી શેખ સાદ અલ અબ્દુલ્લા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જશે, જ્યાં તેઓ ભારતીય સમુદાયને સંબોધિત કરશે. તે જ સમયે, બીજા દિવસે પીએમ મોદી એક સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં તેઓ કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરશે.