નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત વડાપ્રધાન કાર્યાલયમાં વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન નિધિનો 17મો હપ્તો જાહેર કરવા માટે તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે. સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી સોમવારે સાઉથ બ્લોક સ્થિત વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યા હતા. હવે દરેકની નજર વિભાગોના વિભાજન પર મંડાયેલી છે.
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો, હવે તમામની નજર ખાતાઓની ફાળવણી પર - Narendra modi took charge as the PM - NARENDRA MODI TOOK CHARGE AS THE PM
રવિવારે શપથ લીધા બાદ PM નરેન્દ્ર મોદીએ આજે સોમવારે સવારે PMO પહોંચ્યા હતા. અહીં તેમણે વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સંપૂર્ણ સમાચાર... Narendra modi took charge as the prime minister
Published : Jun 10, 2024, 12:47 PM IST
નવી કેબિનેટમાં 30 કેબિનેટ મંત્રીઓ, પાંચ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે નવા મંત્રીઓની પ્રથમ કેબિનેટ બેઠક દિવસ દરમિયાન યોજાય તેવી શક્યતા છે. રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં પીએમ મોદીએ 71 મંત્રીઓ સાથે પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ અને અન્ય મંત્રીઓને પદના શપથ લેવડાવ્યા હતા.
શપથ લીધા પછી, પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી જેમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ 140 કરોડ ભારતીયોની સેવા કરવા અને ભારતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મંત્રી પરિષદ સાથે કામ કરવા આતુર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મંત્રીઓની આ ટીમ યુવા અને અનુભવનું શ્રેષ્ઠ મિશ્રણ છે. અમે લોકોના જીવનને સુધારવામાં કોઈ કસર છોડીશું નહીં. PM મોદી જવાહરલાલ નેહરુ પછી સતત ત્રણ ટર્મ સુધી સેવા આપનારા બીજા વડાપ્રધાન છે.