નવી દિલ્હી: બંધારણના 75મા વર્ષ પૂર્ણ થવાના અવસરે લોકસભામાં ચર્ચા દરમિયાન પીએમ મોદીએ બંધારણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે બંધારણના 60 વર્ષ પૂર્ણ થવા પર બંધારણ ગ્રંથ હાથીની અંબાડી પર મૂકીને શોભાયાત્રા યોજી હતી.
હાથીની અંબાડી પર બંધારણની નકલ મૂકીને ભવ્ય શોભાયાત્રા કાઢી હતી
લોકસભામાં પીએમ મોદીએ કહ્યું કે, સમગ્ર દેશ ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. લોકસભામાં બે દિવસ સુધી બંધારણ પર ચર્ચા થઈ. આજે શનિવારે પીએમ મોદીએ બંધારણ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બંધારણના 60 વર્ષ પૂરા થવાના અવસરે હાથીની અંબાડી પર બંધારણની નકલ મૂકીને ભવ્ય શોભાયાત્રા કાઢી હતી આ કિસ્સો સંભળાવીને બંધારણ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો.
આપણું બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે...
લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે આપણું બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. 25 વર્ષનું પણ અહીં મહત્વ છે. 50 વર્ષ પણ મહત્વપૂર્ણ છે અને 75 વર્ષ પણ મહત્વપૂર્ણ છે. ઇતિહાસ જુઓ, બંધારણ યાત્રાના મહત્વના તબક્કામાં શું થયું?
પીએમ મોદીએ ઉમેર્યુ હતું કે, 50 વર્ષ વીતી ગયા ત્યારે શું ભૂલાવી દેવામાં આવ્યું ? અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. દેશભરમાં બંધારણના 50મા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અટલ બિહારી વાજપેયીએ દેશને ખાસ સંદેશ આપ્યો હતો. બંધારણની ભાવના જીવવાનો પ્રયાસ કર્યો.
હાથીની અંબાડી પર બંધારણ ગ્રંથની નકલ મૂકી ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી
પીએમ મોદીએ ગૃહમાં જણાવ્યું કે, જ્યારે દેશ બંધારણના 60 વર્ષની ઉજવણી કરી રહ્યો હતો. ત્યારે આ મારું પણ સૌભાગ્ય હતું કે, મને પણ મુખ્યમંત્રી બનવાની તક બંધારણના કારણે મળી હતી. ત્યારે હું મુખ્યમંત્રી હતો. આ સાથે જ બંધારણને 60 વર્ષ પૂરા થયા. મુખ્યમંત્રી તરીકે નક્કી કરવામાં આવ્યું હતું કે ગુજરાતમાં બંધારણના 60 વર્ષની ઉજવણી કરવામાં આવશે.
દેશના ઈતિહાસમાં બની પહેલી ઘટના: તેમણે કહ્યું કે ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે, હાથીની અંબાડી પર બંધારણ ગ્રંથ મૂકી બંધારણની ગૌરવ યાત્રા કાઢવામાં આવી હોય. રાજ્યના મુખ્યમંત્રી તે બંધારણ હેઠળ ચાલી રહ્યા હતા અને દેશને બંધારણનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આપણા માટે બંધારણનું શું મહત્વ છે?
મને તક મળી.. મારા માટે ખુશીની વાત...: તેમણે કહ્યું કે આજે બંધારણના 75 વર્ષ પૂર્ણ થયા છે. મને તક મળી. જ્યારે 26મી નવેમ્બરે સંવિધાન દિવસ ઉજવવાની વાત કહેવામાં આવી હતી, ત્યારે કહેવામાં આવ્યું હતું કે 26મી જાન્યુઆરી તો છે. મારા માટે ખુશીની વાત છે કે આ વિશેષ સત્રમાં બંધારણની વિવિધતા પર ચર્ચા થઈ હોત. દરેકની પોતાની મજબૂરી હોય છે, દરેક વ્યક્તિ પોતાનું દુ:ખ વ્યક્ત કરે છે. ઘણા લોકોએ તેમની નિષ્ફળતા વ્યક્ત કરી છે.
- કોંગ્રેસનો સૌથી મોટો જુમલો હતો 'ગરીબી હટાવો': PM મોદી
- રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે, 'જેમ એકલવ્યનો અંગૂઠો કપાયો હતો તેવી જ રીતે સરકાર દેશના યુવાનોનો અંગૂઠો કાપી રહી છે'