નવી દિલ્હી:'વન નેશન-વન ઇલેક્શન' માટે લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યો સહિત 31 સભ્યોને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના સભ્ય બનાવવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસના સાંસદો ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી, ધર્મેન્દ્ર યાદવ, કલ્યાણ બેનર્જી, સુપ્રિયા સુલે, શ્રીકાંત એકનાથ શિંદે, ભાજપના સંબિત પાત્રા, અનિલ બલુની, અનુરાગ સિંહ ઠાકુરને JPCના પ્રસ્તાવિત સભ્યો તરીકે રાખવામાં આવ્યા છે.
આ અંગે માહિતી આપતા કોંગ્રેસ પક્ષના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે, મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલા બિલમાં સમગ્ર ભારતમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જો કે, આ દરખાસ્તને વિપક્ષી પક્ષો તરફથી સખત વિરોધનો સામનો કરવો પડ્યો છે, જેમણે લોકશાહી પર તેની સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે.