મુંબઈમાં ભારે વરસાદના કારણે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનની સેવાને અસર પહોંચી, ત્યારે રેલવે ટ્રેક પર પાણી ભરાતા રેલવે સેવાને અસર પહોંચી છે, જે પૈકી ડોંબિવલી સ્ટેશન પર મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
માયાનગરી જળબંબાકાર, મેઘરાજાએ મુંબઈને ઘમરોળ્યું, જનજીવન અસ્તવ્યસ્ત - mumbai rain live
Published : Jul 8, 2024, 7:51 AM IST
|Updated : Jul 8, 2024, 8:55 AM IST
મુંબઈમાં રવિવારની રાતથી શરૂ થયેલા વરસાદે મુંબઈને ઘમરોળી નાખ્યું છે, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે જનજીવનને માઠી અસર પડી છે. જુઓ શું છે મુંબઈના જુદાજુદા વિસ્તારોની સ્થિતિ...
LIVE FEED
મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનની સેવા ખોરવાઈ, ડોંબિવલી સ્ટેશન પર મુસાફરોને હાલાકી
મુંબઈનો અંધેરી વિસ્તાર જળમગ્ન, અનેક સોસાયટીઓમાં ભરાયા ઘૂંટણસમા પાણી
મુંબઈના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ત્યારે અંધેરી વિસ્તારમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ઘણા વાહનચાલકો ફસાયા
મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ઘણા વાહનચાલકો ફસાયા હતાં. મંબઈના કિંગ્સ સર્કલ પર ભરાયેલા પાણીમાં ઘણા વાહનચાલકોને વાહનો બંધ પડવાના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
મુંબઈની જીવાદોરી ગણાતી મુંબઈ મેટ્રો સહિતની રેલવે લાઈન પાણીમાં ગરકાવ
મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં સતત વરસી રહેલા વરસાદને મુંબઈના હાલ બેહાલ કરી નાખ્યાં છે, ત્યારે દાદર રેલવે સ્ટેશનની તસ્વીરો સામે આવી છે જેમાં રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ થયેલા જોઈ શકાય છે.
દાદરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી, વાહનચાલકોને હાલાકી, જનજીવન અસ્તવ્યસ્ત
મુંબઈના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, દાદરના અનેક વિસ્તારમાં ઘુંટણ સમા પાણી ભરાયા છે. જેના પગલે વાહનચાલકોને હાલાકી પડી રહી છે એકંદરે જીનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
મુંબઈમાં મેઘરાજાએ તોફાની બેટિંગ, અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ
મુંબઈ: મુંબઈમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા શહેરને જળબંબાકાર બનાવી દીધું છે. મુંબઈના ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયાં છે. અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે જનજીવનને માઠી અસર પડી છે.