ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચેમ્બુરમાં ભીષણ આગની દુર્ઘટના, એક જ પરિવારના સાત સભ્યોના મોત - Mumbai fire updates

મુંબઈના ચેમ્બુરમાં આગની ઘટનામાં સાત લોકોના મોત નિપજ્યાં હતા, જોકે આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી. MUMBAI FIRE NEWS

મુંબઈમાં પાંચ લોકોના મોત
મુંબઈમાં પાંચ લોકોના મોત (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2024, 12:10 PM IST

મુંબઈ:દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભીષણ આગની ઘટના બની છે. ચેમ્બુરની સિદ્ધાર્થ કોલોનીમાં લાગેલી આગમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. જેમાં 7 વર્ષ અને 10 વર્ષનાં બે બાળકોનો સમાવેશ થાય છે.

મૃત્યુ પામેલા સાતેય લોકો એક જ પરિવારના: મુંબઈમાં નવરાત્રિનો તહેવાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન ચેમ્બુરના સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સાતેય લોકો એક જ પરિવારના છે.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન:મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યે સામે આવી હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતી. પાલિકાએ આપેલી માહિતી મુજબ, સવારે પાંચ વાગીને વીસ મિનિટે ફાયર વિભાગને સંબંધિત ઘટના અંગે માહિતી આપતો ફોન આવ્યો હતો. આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ આગને કાબુમાં લેવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ આગ લેવલ વન પ્રકારની હતી અને પ્રાથમિક રિપોર્ટમાં દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રહેણાંકના માળે પણ લાગી આગ:ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ચેમ્બુરના સિદ્ધાર્થ કોલોનીમાં એ.એમ. ગાયકવાડ માર્ગ પર એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાનમાં આગ લાગી હતી. શરૂઆતમાં આગ કાબુમાં આવી હતી. જોકે, ઈલેક્ટ્રીકલ વાયરીંગ અને ઈલેક્ટ્રીકલ ઈન્સ્ટોલેશન, ઘરવપરાશની ચીજવસ્તુઓ આગના સંપર્કમાં આવતા આગ ફેલાઈ હતી. આગમાં જે સંબંધિત ઈમારત બળીને ખાખ થઈ ગઈ છે તે બે માળની ઈમારત છે. આ બિલ્ડિંગનું બાંધકામ ગ્રાઉન્ડ ફ્લોર વત્તા ઉપરના માળના સ્વરૂપમાં છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન છે અને ઉપરના માળે રહેઠાણ તરીકે ઉપયોગ થાય છે. આગ પ્રસરી જતાં રહેણાંકનું માળ પણ આગની લપેટમાં આવી ગયું હતું.

સારવાર દરમિયાન પાંચેય ઇજાગ્રસ્તો મૃત જાહેર: રેસ્ક્યુ ઓપરેશન બાદ બિલ્ડિંગના તમામ રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને વધુ સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તબીબે પાંચેય ઇજાગ્રસ્તોને મૃત જાહેર કર્યા હોવાનું પાલિકાએ જણાવ્યું હતું. આગમાં સાત વર્ષની છોકરી પેરિસ ગુપ્તા અને દસ વર્ષનો છોકરો નરેન્દ્ર ગુપ્તાનું મોત થયું હતું. અન્ય બે મહિલાઓ 39 વર્ષીય અનિતા ગુપ્તા અને 30 વર્ષીય મંજુ ગુપ્તા સાથે 30 વર્ષીય પ્રેમ ગુપ્તાનું આગના કારણે મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો:

  1. મિત્ર સાથે બેસેલી કિશોરી પર ગેંગરેપ કેસમાં વડોદરા પોલીસે કર્યું પીડિતાનું કાઉન્સેલિંગ, ચોંકાવનારી વાત સામે આવી - Vadodara Gang Rape case
  2. "ઘટના રાજરમત રમવા માટે નથી, કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલવાનો છે"- દાહોદ બાળકીના મર્ડર મામલામાં શિક્ષણમંત્રીએ કહ્યું - Dahod girl Murder Praful Pansheriya

ABOUT THE AUTHOR

...view details