ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુખ્તાર અંસારીનું જેલમાં હૃદયરોગના હુમલાથી મોત થયુ હતુ, વિસ્સેરા રિપોર્ટમાં ખુલાસો - MUKHTAR ANSARI Viscera Report - MUKHTAR ANSARI Viscera Report - MUKHTAR ANSARI VISCERA REPORT

મુખ્તાર અન્સારીનો વિસ્સેરા રિપોર્ટ આવી ગયો છે. જેમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે. જાણો શું છે ઘટના-MUKHTAR ANSARI Viscera Report

મુખ્તાર અંસારી
મુખ્તાર અંસારી

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 1:43 PM IST

બાંદાઃ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીનું 28 માર્ચના રોજ ઉત્તર પ્રદેશના બાંદાની હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. 30 માર્ચના રોજ મુખ્તાર અંસારીને ગાઝીપુરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દફનાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ તેની અંતિમયાત્રામાં ભાગ લીધો હતો.

ઝેર આપીને મારી નાખવાનો આરોપ: તમને જણાવી દઈએ કે, સાંસદ અફઝલ અન્સારીએ ભાઈ મુખ્તાર અંસારીને જેલમાં ઝેર આપીને મારી નાખવાનો આરોપ લગાવ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું છે કે, 20 વર્ષ પછી પણ ભાઈના મૃતદેહની તપાસ થઈ શકે તે માટે મુખ્તારના મૃત શરીરને ખાસ ટેક્નોલોજીથી દફનાવવામાં આવ્યો છે.

વિસ્સેરા રિપોર્ટ સલામત: અફઝલ અન્સારીએ કહ્યું હતુ કે, મુખ્તાર અંસારીએ તેને ઝેર ખવડાવીને મારી નાખવાના પ્રયાસ અંગે કોર્ટને લેખિતમાં જાણ પણ કરી હતી. આરોપ છે કે, જ્યારે મુખ્તાર અંસારીના બેરેક ઈન્ચાર્જે જેલમાં મુખ્તાર અંસારીના ભોજનની તપાસ કરી ત્યારે પણ તે બીમાર પડી ગયો હતો. તેમણે કહ્યું હતુ કે, ઝેરનો આરોપ સ્પષ્ટ છે. વિસ્સેરા રિપોર્ટ સલામત છે. મુખ્તારના મૃત શરીરને એવી રીતે દફનાવવામાં આવ્યો છે કે 5,10 કે 20 વર્ષ પછી પણ ઝેરનું પરીક્ષણ કરી શકાય. મૃતદેહના નખ અને વાળની ​​ઝેરી તપાસ કરીને મૃત્યુનું કારણ બહાર આવશે. હવે દુનિયામાં ઘણી સારી ટેક્નોલોજી આવી ગઈ છે.

રિપોર્ટમાં મુખ્તાર અંસારીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક: મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ વિસ્સેરા રિપોર્ટને જિલ્લા જેલમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. હવે વિસેરા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં મુખ્તાર અંસારીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવાયુ છે. આ રિપોર્ટ તપાસ ટીમને સોંપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મુખ્તાર અંસારીના પરિવારજનોએ માફિયાઓ પર તેમને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો.

આ પહેલા પણ બે વાર મારવાનો પ્રયાસ: તમને જણાવી દઈએ કે, બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીએ 20 માર્ચે મહુ એમપી એમએલએ કોર્ટમાં પોતાના વકીલ મારફતે કોર્ટને કહ્યું હતું કે, 19 માર્ચે તેને બાંદા જેલની અંદરના ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. આ પહેલા બે વાર તેને મારવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. 26 માર્ચે જ્યારે મુખ્તાર અંસારીની તબિયત અચાનક બગડી અને તેમને મળવા આવેલા તેમના ભાઈ અફઝલ અંસારીએ પણ મુખ્તાર અંસારીને જેલની અંદર ઝેર આપવાનો આરોપ લગાવ્યો. તે જ સમયે, મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ તેની લાશ લેવા આવેલા તેના પુત્ર ઓમર અંસારીએ પણ તેના પર ઝેર આપીને હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે મેજિસ્ટ્રેટની તપાસ ચાલી રહી છે. ટીમે જેલ પ્રશાસન પાસેથી માહિતી એકઠી કરી છે. હવે મુખ્તાર અન્સારીનો વિસ્સેરા રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ પણ તપાસ ટીમને સોંપવામાં આવ્યો છે.

1.સુરતની બેઠક બિનહરીફ જીત્યા બાદ પાટીલે કહ્યું, '400 બેઠકો જીતવી એ જ ભાજપ માટે ઓપરેશન લોટસ છે' - BJP won Surat seat unopposed

2.હનુમાન પ્રાગટ્ય મહોત્સવની લંબે હનુમાનજી મંદિરે ઉજવણી, મરાઠી ભક્તોએ આપી વિશેષ હાજરી - Hanuman Jayanti 2024

ABOUT THE AUTHOR

...view details