કોલ્હાપુર: ડારિયા ગામની પંચાયતે વૃદ્ધોની તરફેણમાં નિર્ણય લીધો છે. જેમાં સ્પષ્ટ સૂચના છે કે સરકારી કે ખાનગી કર્મચારી, વેપારી કે ખેડૂત વગેરે એ તેમના વૃદ્ધ માતા-પિતાની જ કાળજી લેવી જ પડશે. જો કાળજી નહિ લેતા ઝડપાશો તો એક પણ પંચાયતીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે.
વર્તમાન સમયમાં બદલાતી ન્યૂકલિયર ફેમિલી સીસ્ટમ સમાજમાં જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકોમાં તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવાની માનસિકતા નથી, જેના કારણે ઘરે ઝઘડાને કારણે માતા-પિતાને અલગ રાખવા અથવા વૃદ્ધાશ્રમમાં મોકલવાના કિસ્સાઓ વધી રહ્યા છે. માતા-પિતા માટે દુઃખની વાત છે કે તેમણે જેમને ઉછેર્યા હતા તેઓ વૃદ્ધાવસ્થામાં અલગ થઈ ગયા છે.
કોલ્હાપુર જિલ્લાની કરવીર તાલુકાના ડારિયાની ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે. જે બાળકો તેમના માતા-પિતાની કાળજી લેતા નથી તેમને ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ બંધ કરવામાં આવશે.
ગામની તાજેતરમાં મળેલી ગ્રામસભામાં આ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય માટે ગામના શાસકો અને વિરોધીઓ સહમત થયા છે. આ નિર્ણયનો અસરકારક અમલ પણ કરવામાં આવશે. જો આ નિયમને તોડતા કોઈ પકડાશે તો ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠો બંધ કરવા તેમજ જરૂરી દસ્તાવેજો ઈશ્યૂ ન કરવા જેવી સજા કરાશે.
તાજેતરમાં યોજાયેલી ગ્રામસભામાં પૂર્વ સરપંચ સાહુ ચવ્હાણે આ દરખાસ્ત મૂકી હતી. શાસક પક્ષે આ દરખાસ્તને તાત્કાલિક મંજૂર કરવાનો નિર્ણય લીધો હતો. ડારિયાની ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલ આ નિર્ણય ગામના અનેક પરિવારો માટે રાહતરૂપ બનશે. આ નિર્ણયથી ઘણા વૃદ્ધ માતા-પિતાના દુઃખનો અંત આવશે. શાસક અને વિપક્ષને સાથે મળીને લીધેલ આ નિર્ણય અનુકરણીય છે.
- જાહેરમાં કચરો ફેંકતા પહેલા ચેતી જજો; સાયણ ગ્રામ પંચાયતે કચરો ફેંકતા બે લોકોને 500નો દંડ ફટકાર્યો
- આ ગ્રામ પંચાયતે ટેકનોલોજીના ઉપયોગથી શરૂ કરી ફરિયાદ 'સેવા', ગ્રામજનોને ધક્કા ખાવા માંથી મળશે મુક્તિ