નવી દિલ્હી:લોકસભા ચૂંટણી 2024 પહેલા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે અજીતનું જૂથ અસલી શિવસેના છે. આ સાથે જ શરદ પવાર જૂથને મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પંચના આ નિર્ણયને અજીતના જૂથની મોટી જીત માનવામાં આવી રહી છે. માહિતી અનુસાર, પંચે શરદ પવાર જૂથને આવતીકાલે બુધવારે સાંજ સુધીમાં નવી પાર્ટીની રચના માટે ત્રણ નામ આપવા માટે કહ્યું છે.
ચૂંટણી પંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ નિર્ણય પુરાવાના આધારે લેવામાં આવ્યો છે. પંચે કહ્યું કે અજિત પવાર જૂથને NCPના નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો અધિકાર છે. તમને જણાવી દઈએ કે, પાર્ટીની ઓળખને લઈને લગભગ 6 મહિના સુધી બંને જૂથો વચ્ચે ખેંચતાણ ચાલી હતી. પંચે આજે આ વિવાદનું સમાધાન કર્યું હતું. આ નિર્ણયમાં ચૂંટણી પંચે અરજીના તમામ પાસાઓનું પાલન કર્યું છે.'