ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Uttar Pradesh Crime : મથુરામાં 3 વર્ષની બાળકીનું ગળું કાપી નિર્મમ હત્યા, કોઈએ કશું જોયું જ નથી...

ઉત્તરપ્રદેશના મથુરામાં એક ચકચારી હત્યાનો મામલો સામે આવ્યો છે. મથુરામાં એક 3 વર્ષની બાળકી તેના જ ઘરમાં ગળું કપાયેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટના સમયે બાળકી ઘરે એકલી હોવાથી હત્યાનું રહસ્ય ઘૂંટાયું છે. તેના પિતા કામ પર ગયા હતા અને માતા બીજા બાળક માટે દવા લેવા ગઈ હતી. પોલીસ આ ઘટના કેવી રીતે બની, કોણે અને શા માટે હત્યા કરી તે અંગે તપાસ કરી રહી છે.

ચકચારી હત્યાનો મામલો
ચકચારી હત્યાનો મામલો

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 12:09 PM IST

મથુરામાં 3 વર્ષની બાળકીનું ગળું કાપી નિર્મમ હત્યા

ઉત્તર પ્રદેશ :મથુરા જિલ્લાના માંટ પોલીસ સ્ટેશન વિસ્તારના બિલિન્દપુર ગામમાં ત્રણ વર્ષની બાળકીની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી ઘટના એવા સમયે બની જ્યારે મૃતક બાળકીના પિતા હાકિમસિંહ કામ પર ગયા હતા અને માતા સાધના બીજા બાળક માટે દવા લેવા ગઈ હતી.

ચકચારી હત્યા : જ્યારે માતા ઘરે પરત આવી ત્યારે બાળકી પલંગ પર સૂતી હતી. પરંતુ બાળકી લાંબા સમય સુધી જાગી નહીં ત્યારે માતાએ બાળકીને હલાવી અને આ સાથે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. બાળકી લોહીલુહાણ પડી હતી અને તેનું ગળું કપાયેલું હતું. આ મામલે મૃતક બાળકીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

હત્યાનું રહસ્ય ઘુંટાયું : મથુરાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શૈલેષ કુમાર પાંડેએ જણાવ્યું કે, બાળકીનો મૃતદેહ બિલિન્દપુર ગામમાં તેના ઘરના રૂમમાં બેડ પર મળી આવ્યો હતો. મૃતકના શરીર પર ઈજાના નિશાન અને ગળા પર કટના નિશાન મળી આવ્યા હતા. આ સિવાય શરીર પર કોઈપણ પ્રકારની ઈજાના નિશાન નથી. ઘટનાની માહિતી મળ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ચકચારી હત્યા કેસની તપાસ કરવા માટે ચાર ટીમ તૈનાત કરવામાં આવી છે.

પોલીસ કાર્યવાહી : શૈલેષ કુમાર પાંડેએ વધુમાં જણાવ્યું કે, મળતી માહિતી અનુસાર મૃતક બાળકીની માતા બીજા બાળક માટે દવા લેવા ગઈ હતી. જ્યારે તે પરત આવી ત્યારે બાળકીને પલંગ પર સૂતી જોઈને માતાએ વિચાર્યું કે બાળકી સૂઈ રહ્યું છે. જ્યારે બાળકી લાંબા સમય સુધી જાગી નહીં ત્યારે માતાએ જોયું કે બાળકી મૃત હાલતમાં પડી હતી. મૃતક બાળકીના પિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ ઘટનાનો પર્દાફાશ કરવામાં આવશે. ગુનેગારોની ધરપકડ કરી મથુરા જિલ્લા પોલીસ તેમને શક્ય તેટલી સખત સજા પૂરી પાડવા માટેના તમામ પ્રયાસો કરશે.

  1. Uttar Pradesh Crime : આગ્રામાં મહિલાનો તેના સહકર્મચારીઓ દ્વારા ગેંગરેપ, મહિલા સહિત પાંચની ધરપકડ
  2. Uttar Pradesh Crime : શાળાએ મુકવા આવતા રીક્ષાચાલકે ધોરણ 8 ની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો

ABOUT THE AUTHOR

...view details