નવી દિલ્હી: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુનું સોમવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. માલદીવના રાષ્ટ્રપતિ તેમની પત્ની સાજીદા મોહમ્મદ માલદીવ અને એક પ્રતિનિધિમંડળ સાથે ભારતના પ્રવાસે છે. રવિવારે સાંજે બધા ભારત પહોંચી ગયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પોતપોતાના દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિમંડળોએ એકબીજા સાથે પરિચય કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. આ પછી મુઈઝુએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમની પત્ની સાજીદા મોહમ્મદ પણ તેની સાથે રહી હતી. ત્યારબાદ તેમણે વિઝિટર બુક પર હસ્તાક્ષર કર્યા હતા.
તેમની સાથે વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ રાજઘાટ ગયા હતા. વિદેશ મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે, 'આ મુલાકાત લાંબા સમયથી ચાલી રહેલી ભારત-માલદીવની વ્યાપક દ્વિપક્ષીય ભાગીદારીને વધુ પ્રોત્સાહન આપશે'.
જૂનમાં કર્યો હતો પ્રવાસ:આ વર્ષની શરૂઆતમાં, માલદીવના રાષ્ટ્રપતિએ 9 જૂને અહીં રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન મોદી અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો. ગયા વર્ષે 1 ડિસેમ્બરે દુબઈમાં COP28 શિખર સંમેલન દરમિયાન પણ તેઓ પીએમ મોદીને પણ મળ્યા હતા. જોકે ભારતની આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, "આ મુલાકાત ભારત માલદીવ સાથેના તેના સંબંધોને જે મહત્વ આપે છે તે દર્શાવે છે. આનાથી બંને દેશો વચ્ચેના સહયોગ અને લોકો વચ્ચેના મજબૂત સંબંધોને વધુ વેગ મળશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે રાષ્ટ્રપતિ મુઈઝુ સાથે મુલાકાત કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 'વડાપ્રધાન મોદી સાથે મુઈઝુની વાતચીત 'અમારા મૈત્રીપૂર્ણ સંબંધો'ને નવી ગતિ આપશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, મુઈઝુ તેમની મુલાકાત દરમિયાન મોદી સાથે પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ બેઠક બાદમાં દિલ્હી ખાતે હૈદરાબાદ હાઉસમાં યોજાશે.'
આ પણ વાંચો:
- લાલુ, તેજસ્વી અને તેજપ્રતાપ યાદવને મોટી રાહત: નોકરી માટે જમીન કૌભાંડ કેસ મુદ્દે જામીન મંજૂર - Land for Job scam case
- 5 દિવસીય યાત્રા પર ભારત પહોંચ્યા માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જૂ, પીએમ મોદી સાથે કરશે બેઠક - mohamed muizzu india visit