3 બાળકો સહિત 7 શ્રદ્ધાળુઓના મોત (Etv Bharat) શ્યોપુર:મધ્યપ્રદેશના શ્યોપુરમાં એક હોડી પલટી જવાની ઘટના સામે આવી છે, આ દુર્ઘટનામાં 3 બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. જોકે શરૂઆતમાં 8 લોકોના મોતની માહિતી મળી હતી, ત્યાર બાદમાં વહીવટીતંત્રે કહ્યું કે, હોડી દૂર્ઘટનામાં ડૂબી જવાથી સાત લોકોના મોત થયા છે. આ દૂર્ઘટના શ્યોપુર જિલ્લાના માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સરોદા ગામની સીપ નદીમાં સર્જાઈ હતી, હોડીમાં 11 લોકો મુસાફરી કરી રહ્યા હતા. નદીની વચ્ચોવચ આવેલા જોરદાર તોફાનના કારણે હોડી સંતુલન ગુમાવીને પલટી ગઈ હતી. 1 મહિલા સહિત 4 લોકોએ કોઈ રીતે તરીને પોતાનો જીવ બચાવ્યો હતો.
તોફાનને કારણે નદીમાં હોડી પલટી, 3 બાળકો સહિત 7 શ્રદ્ધાળુઓના મોત (etv bharat) હોડીમાં 11 લોકો હતા, 7 ડૂબી ગયા: પોલીસ, પ્રશાસન અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ટીમે તમામ 7 મૃતદેહોને બહાર કાઢ્યા છે. આ તમામ લોકો નાનાવત અને બીજરપુરના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે બોટમાં 11 લોકો સવાર હતા. આમાંથી 7 લોકોના મૃતદેહ 4 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે 4 લોકો તરીને બહાર આવ્યા હતા. આ સાથે જ 2 માસુમ બાળકો અને તેમના માતા-પિતાના પણ મોત થયા હતા.
જોરદાર વાવાઝોડાને કારણે હોડી ડૂબી:આ તમામ લોકો રાજસ્થાનના ચતુર્ભુજ મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને પોતાના સંબંધીઓને મળવા સીપ નદી પાર કરી રહ્યા હતા. હોડીમાં 11 લોકો સવાર હતા. નદીની અધવચ્ચે પહોચતા અચાનક પવનનો જોરદાર ઝાપટો આવ્યો હતો જેના કારણે હોડી પલટી ગઇ હતી. આ જોઈને બધા લોકો ડરી ગયા હતા હોડી પલટી જવાથી બધા લોકો નદીમાં ડૂબી ગયા હતા. જે લોકોને તરતા આવડતું હતું તેઓ તરીને કિનારે આવી ગયા હતા. જે લોકોને તરતા આવડતું ન હતું તેઓ ડૂબીને મૃત્યુ પામ્યા હતા. આ મૃતકોના મૃતદેહ નદીમાં વહી ગયા હતા.
CM મોહન યાદવે દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત કરી:આ દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, પ્રશાસન અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. 4 થી 6 કલાક સુધી ચાલેલા બચાવ કાર્યમાં SDRFની ટીમે નદીમાંથી તમામ મૃતદેહો શોધી કાઢ્યા હતા. પ્રશાસને તમામ મૃતકોના નામ જાહેર કર્યા છે. જ્યારે સીએમ ડો. મોહન યાદવે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે પોતાના 'X' પેજ પર લખ્યું છે કે, "શ્યોપુરની સીપ નદીમાં હોડી પલટી જવાની દુર્ઘટનામાં ઘણા અમૂલ્ય જીવોના અકાળે મૃત્યુથી હું ખૂબ જ દુઃખી છું. દુર્ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. SDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું, પરંતુ કમનસીબે 7 લોકોને બચાવી શકાયા નથી. દુઃખની આ ઘડીમાં અમારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની સૂચના આપી છે.
- PM મોદીની આજે મહત્વની બેઠક, ચક્રવાત, હીટવેવ અને 100 દિવસના રોડમેપ પર કરશે ચર્ચા - PM Modi Meetings
- ઘર કંકાશમાં 3 જિંંદગીનો ભોગ લેવાયો, પતિએ પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ કરી આત્મહત્યા - murder and suicide incident