ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી 2024: સાતમા તબક્કાનો પ્રચાર સમાપ્ત, શનિવારે થશે મતદાન - LOK SABHA ELECTION 2024

લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે શનિવારે મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂન, મંગળવારે આવશે.

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2024, 7:12 PM IST

Etv BharatLOK SABHA ELECTION 2024
Etv BharatLOK SABHA ELECTION 2024 (Etv Bharat)

હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે શનિવાર, 1 જૂનના રોજ મતદાન થશે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા સીટો પર મતદાન થશે. કુલ 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કાનો ચૂંટણી પ્રચાર ગુરુવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો હતો.

શનિવાર, 1 જૂનના રોજ, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ચંદીગઢના સંસદીય ક્ષેત્રોમાં ચૂંટણી યોજાશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. માહિતી અનુસાર, આ તબક્કામાં પંજાબમાંથી 328, ઉત્તર પ્રદેશથી 144, બિહારથી 134, ઓડિશાથી 66, ઝારખંડથી 52, હિમાચલ પ્રદેશથી 37 અને ચંદીગઢથી 4 ઉમેદવારો મેદાનમાં છે.

ઉત્તર પ્રદેશ અને પંજાબની કુલ 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની ત્રણ બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક બેઠક માટે મતદાન થશે.

  1. પીએમ મોદી પહોંચ્યા કન્યાકુમારી, 1 જૂન સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં કરશે ધ્યાન - PM Modi Arrives In Tamil Nadu

ABOUT THE AUTHOR

...view details