સાંગલી (મહારાષ્ટ્ર): કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)નો સફાયો થઈ જશે. હરિયાણામાં જે રીતે કોંગ્રેસનો પરાજય થયો હતો.
તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે તેમનો પુત્ર (આદિત્ય ઠાકરે) મહારાષ્ટ્રનો મુખ્યપ્રધાન બને તેમ ઈચ્છે છે, જ્યારે શરદ પવાર પણ તેમની પુત્રી (સુપ્રિયા સુલે) માટે પણ એવું જ ઈચ્છે છે. કોંગ્રેસના અનેક નેતાઓની નજર આ પોસ્ટ પર છે. અમિત શાહ 20 નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા શિરાલા અને ઈસ્લામપુર મતવિસ્તારના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, જો ભૂલથી એમવી (MVA)એ મહારાષ્ટ્રમાં સત્તામાં આવી જાય તો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના પુત્રને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે, (શરદ) પવાર સાહેબ તેમની પુત્રી માટે આ પદ ઈચ્છે છે અને લગભગ ડઝન જેટલા કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સીએમ માટે કપડાં પહેલેથી જ સિલાઇ કરવામાં આવ્યા છે.
ભાજપના નેતા શાહે કહ્યું કે જે લોકો પોતાના પુત્રોને મુખ્યમંત્રી બનાવવા માંગે છે તેઓએ શિરાલાના લોકોના કલ્યાણ માટે કામ કરવું જોઈએ. શાહે કહ્યું કે આ પ્રદેશનો વિકાસ પીએમ મોદીના નેતૃત્વમાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારના મહાગઠબંધનથી જ થઈ શકે છે. તેમણે કહ્યું કે અમે તમને કહેવા માંગીએ છીએ કે મોદી જે પણ વચનો આપે છે, તે પૂરા કરે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ક્યારેય વચનો પૂરા કરતા નથી.
કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતે કહે છે કે તેમની પાર્ટી જે પણ વચનો આપે છે તે કાલ્પનિક છે. અમિત શાહે ચૂંટણીમાં મહાયુતિની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે એ પણ ટોણો માર્યો કે એમવીએના લોકોએ હરિયાણામાં ચૂંટણી જીતવાની આશાએ કરોડો રૂપિયાના ફટાકડા ખરીદ્યા હતા, પરંતુ બાદમાં મોટાભાગની જગ્યાએ તેઓએ ભાજપના કાર્યકરોને ફટાકડા આપ્યા હતા. તેમણે કહ્યું કે હરિયાણાની જેમ મહારાષ્ટ્રમાં અઘાડીનો સફાયો થઈ જશે કારણ કે ભાજપ સરકાર બનાવશે.
- મણિપુર: તાજેતરની હિંસામાં 10 ઘરોને આગ, મહિલાનું મોત
- બર્થડે સેલિબ્રેટ કરવા કેફેમાં આવી યુવતી, બોયફ્રેન્ડે બનાવ્યો પ્રાઈવેટ વીડિયો, 6 લોકોએ કર્યો ગેંગરેપ!