લખનૌ: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે રામાયણના પાત્ર કુંભકરણને લઈને મોટો દાવો કર્યો છે. કુંભકરણને ટેક્નોક્રેટ ગણાવતા તેમણે કહ્યું કે, તેઓ ટેકનોલોજીના નિષ્ણાત હતા. તે 6 મહિના સુધી ઊંઘતો ન હતો પરંતુ તે ગુપ્ત રીતે સંશોધન કરીને યંત્ર બનાવતો હતો. રાજ્યપાલે કહ્યું કે, રાવણે કુંભકરણ 6 મહિના સુધી સૂતો હોવાની હકીકત છુપાવવા માટે જૂઠ્ઠાણુ ફેલાવ્યું હતું. તેમણે કહ્યું કે, આપણી પાસે આ જ્ઞાન નથી, પરંતુ પુસ્તકોમાં બધું લખેલું છે.
રાજ્યપાલ દીક્ષાંત સમારોહમાં પહોંચ્યા હતા
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ લખનૌની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી લેંગ્વેજ યુનિવર્સિટીના 9મા દીક્ષાંત સમારોહમાં પહોંચ્યા હતા. આ સમારોહ દરમિયાન તેમણે સ્ટેજ પરથી ત્યાં હાજર વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કુંભકરણ રામાયણમાં ટેક્નોક્રેટ હતા. તે 6 મહિના સુધી ઊંઘતો ન હતો, પરંતુ તે છૂપી રીતે સંશોધન કરીને યંત્ર બનાવતો હતો. રાવણ તેને આવું કરવા કહેતો હતો.