હૈદરાબાદ :ભારતીય મૂળના 19 વર્ષીય કંડુલા સાંઈ વર્ષિતને અમેરિકી રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ પર હુમલાના પ્રયાસના કેસમાં આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કંડુલા સાઈનો પરિવાર ભારતના તેલંગાણા રાજ્યનો છે.
વ્હાઇટ હાઉસ પર હુમલાનો પ્રયાસ :વર્ષ 2023માં બનેલી આ ઘટનાએ ભારે હલચલ મચાવી દીધી હતી. ભારતીય મૂળના કંડુલા સાંઈ વર્ષિતને અમેરિકી રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ચુકાદો સંભળાવતી વખતે ન્યાયાધીશ ડેબ્ની ફ્રેડરિકે કહ્યું કે, સાઈ વર્ષિતનો ઉદ્દેશ્ય નાઝી વિચારધારાવાળી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી પાડવાનો હતો.
ભારતીય મૂળના યુવકને સજા :જજ ફ્રેડરિકે સજા ફટકારતા કહ્યું કે, "તેણે સ્વીકાર્યું કે જો જરૂરી હોય તો તેણે રાષ્ટ્રપતિને મારવાનું નક્કી કર્યું હતું," કોર્ટે એ પણ ધ્યાનમાં લીધું કે આ ઘટનાથી નેશનલ પાર્ક સર્વિસને 4,322 ડોલર (અંદાજે 3.74 લાખ રૂપિયા)નું નુકસાન થયું છે. જેમાં ક્ષતિગ્રસ્ત સ્ટ્રક્ચર્સને દૂર કરવા અને પુનઃનિર્માણનો ખર્ચ પણ સામેલ છે.
શું છે ઘટના ?કોર્ટના દસ્તાવેજો અનુસાર સાંઈ વર્ષિતે 22 મે, 2023 ની સાંજે સેન્ટ લુઈસ, મિઝોરીથી વોશિંગ્ટન ડીસી પહોંચ્યો હતો. ટ્રક ભાડે કરીને 9:35 ની આસપાસ વ્હાઇટ હાઉસ પહોંચ્યા. આ પછી તેણે વ્હાઇટ હાઉસની ઉત્તરી બાજુએ લગાવેલા ટ્રાફિક બેરિયરમાં ટ્રકથી ટક્કર મારી. વાહન પાછળની તરફ વળ્યું અને પછી ક્રેશ થયું. આ દરમિયાન રાહદારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
છ મહિનાથી કાવતરું ઘડી રહ્યો હતો : વ્હાઇટ હાઉસ પાસે ટક્કર માર્યા બાદ સાઇ વર્ષિત નાઝી ધ્વજ સાથે ટ્રકમાંથી બહાર આવ્યો અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યો. ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને તરત જ કસ્ટડીમાં લઈ લીધો. સત્તાવાળાઓએ પાછળથી ખુલાસો કર્યો કે આ હુમલો રાષ્ટ્રપતિ જો બાઈડેનની હત્યાનો પૂર્વયોજિત પ્રયાસ હતો. સાઈ વર્ષિત છ મહિનાથી આયોજન કરી રહ્યા હતા. સિક્રેટ સર્વિસ એજન્ટ્સના જણાવ્યા અનુસાર, તેણે પૂછપરછ દરમિયાન તેના ઇરાદા સ્વીકાર્યા.
- ટ્રમ્પ પર ફાયરિંગ, US સિક્રેટ સર્વિસ પર ઉઠ્યા સવાલ, જાણો શું છે પ્રોટોકોલ
- ટ્રમ્પ પર હુમલો કરનાર 20 વર્ષીય હુમલાખોરની ઓળખ, હેતુ જાણવા મથામણ