મુંબઈઃ નેવલ ડોકયાર્ડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. યુદ્ધ જહાજ INS બ્રહ્મપુત્રમાં રવિવારે સમારકામ દરમિયાન ભીષણ આગ લાગી ફાટી નીકળી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં યુદ્ધ જહાજને નુકસાન થયું હતું. આ દરમિયાન એક નાવિક ગુમ થયાના સમાચાર છે.
ભારતીય નૌકાદળનું જહાજ (INS) બ્રહ્મપુત્રમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ એક તરફ નમી ગયું હતું. પરિણામે, એક જુનિયર નાવિક ગુમ થયો છે, જેની શોધખોળ ચાલી રહી છે. ભારતીય નૌસેનાએ આ માહિતી આપી છે. બહુહેતુક યુદ્ધ જહાજ INS બ્રહ્મપુત્રામાં 21 જુલાઈની સાંજે જ્યારે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે આગ લાગી હતી.
યુદ્ધ જહાજ INS બ્રહ્મપુત્રામાં આગની ઘટનાને કારણે યુદ્ધ જહાજ ગંભીર રીતે એક તરફ (બંદર તરફ) નમ્યું હતું. ભારતીય નૌસેનાએ કહ્યું, 'તમામ પ્રયાસો છતાં જહાજને સીધું કરી શકાયું નથી. જહાજ તેની નમનાની દીશામાં વધુ નમી રહ્યું છે અને હાલમાં તે એક તરફ નમેલુંસંપૂર્ણ પણે નમી ગયું છે. એક જુનિયર નાવિક સિવાય તમામ કર્મચારીઓને શોધી કાઢવામાં આવ્યા છે, ગુમ થયેલા નાવિકની શોધ ચાલી રહી છે.
ભારતીય નેવીએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. ભારતીય નૌકાદળના બહુહેતુક યુદ્ધ જહાજ બ્રહ્મપુત્રમાં 21 જુલાઈની સાંજે જ્યારે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ લાગી હતી. મુંબઈ નેવલ ડોકયાર્ડ અને બંદરમાં હાજર અન્ય જહાજોના ફાયર બ્રિગેડના કર્મચારીઓની મદદથી જહાજના ક્રૂ દ્વારા 22 જુલાઈની સવાર સુધીમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી.
તેમણે કહ્યું, 'આ ઉપરાંત, આગના બાકી રહેલા જોખમનું મૂલ્યાંકન કરવા માટે સ્વચ્છતા તપાસ સહિતની ફોલો-અપ કાર્યવાહી પણ કરવામાં આવી છે, આ અંગે ' કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે નેવી ચીફ દિનેશ કે. ત્રિપાઠીને આ ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને ભારતીય નૌકાદળના જહાજ બ્રહ્મપુત્રમાં લાગેલી આગ અને આ ઘટનાને કારણે થયેલા નુકસાન વિશે જાણકારી આપી છે.