ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વૈશ્વિક સ્તરે Mpoxના કેસોમાં વધારો થતાં ભારતે વધારે સતર્કતા0, અધિકારીઓએ કહ્યું, રોગ સામેની તમામ તૈયારીઓ - WHO ABOUT Mpox - WHO ABOUT MPOX

વિશ્વમાં Mpoxના કેસ વધી રહ્યા છે જેને પગલે WHO દ્વારા પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવે ભારતે પણ એલર્ટ વધારી ધીધું છે. જોકે એક તરફ એવું પણ માનવું છે કે જોખમી હોવા છતા આ રોગ ભારતને અસર કરશે કે કેમ તે ચર્ચા ભર્યું છે?... WHO ABOUT Mpox IN INDIA

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 10:30 AM IST

નવી દિલ્હીઃ સૂત્રોના જણાવ્યા અનુસાર, Mpox એટલે કે મન્કી પોક્સના કેસોમાં વૈશ્વિક સ્તરે વધારો થતાં કેન્દ્ર સરકારે સતર્કતા વધારી છે, જેના ભાગરૂપે એરપોર્ટ, બંદરો અને સરહદ પર અધિકારીઓને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે.

સત્તાવાર સૂત્રોએ એક ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, "અમે એરપોર્ટ, બંદરો અને બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સરહદોને એલર્ટ કરી દીધા છે. ત્રણ કેન્દ્રીય હોસ્પિટલોમાં સફદરજંગ હોસ્પિટલ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ અને લેડી હાર્ડિંજ જેવી હોસ્પિટલોમાં આ માટેની પર્યાપ્ત તમામ સુવિધાઓ હશે."

રોગ સામેની તૈયારીઓ...

સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવા વાયરસના ડર અંગે નિષ્ણાતો સાથે બેઠકો યોજી હતી. જે અગાઉના મંકી પોક્સ વાયરસથી "અલગ" છે. "અમે ગયા અઠવાડિયે રાજ્યો અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) સાથે મીટિંગ કરી હતી. પોઈન્ટ ઓફ એન્ટ્રીઓ એલર્ટ પર છે. તે સ્વયં મર્યાદિત વાયરસ છે. કોવિડ સાથે Mpoxનો કોઈ સંબંધ નથી. નોડલ અધિકારીઓ પહેલેથી જ હોસ્પિટલોમાં છે. 32 ICMR કેન્દ્રો પર પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ છે Mpoxના લક્ષણો ચિકનપોક્સ જેવા છે,”

સૂત્રોએ જણાવ્યું કે, "મૃત્યુની સંભાવના વધારે છે પરંતુ ભારતને તેની અસર થવાની તેમની ઓછી સંભાવના છે. આ રોગ ફોલ્લીઓ સાથે થાય છે," તેઓએ ઉમેર્યું. અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ રવિવારે Mpox માટે દેશની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠકનું નેતૃત્વ કર્યું હતું. ઉન્નત સર્વેલન્સ પગલાં હવે ત્વરિત શોધ અને પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે છે.

WHOએ હજુ જાહેર નથી કરી ટ્રાવેલ એડવાઈઝરી

ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, અત્યારે દેશમાં Mpoxનો કોઈ કેસ નોંધાયો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આફ્રિકાના વિવિધ ભાગોમાં તેના વ્યાપને કારણે Mpoxને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી તરીકે વર્ગીકૃત કર્યું છે. જો કે, WHO દ્વારા આ સમયે કોઈ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી નથી.

  1. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.9 નોંધાઈ - an earthquake in jammu kashmir
  2. PG રૂમમાંથી મળ્યો ભેદી સંજોગોમાં નર્સિંગની વિદ્યાર્થિનીનો મૃતદેહ, પોલીસ લાગી તપાસમાં - NEW ASHOK NAGAR NURSING STUDENT

ABOUT THE AUTHOR

...view details