ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Chhattisgarh Crime: 8 મહિના બાળકને મોતને ઘાટ ઉતારતી માતા, પતિ-પત્ની ઝઘડામાં લઈ લીધો માસૂમનો જીવ

સરગુજામાં એક માતા પર પોતાના જ કાળજાના કટકાને ઘાતકી રીતે મારી નાખવાનો આરોપ લગાવ્યો છે. બાળકની હત્યા બાદ આરોપી માતા ફરાર છે. પોલીસ તેની શોધખોળમાં લાગી છે.

8 મહિના બાળકને મોતને ઘાટ ઉતારતી માતા
8 મહિના બાળકને મોતને ઘાટ ઉતારતી માતા

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2024, 12:50 PM IST

સરગુજાઃતાજેતરમાં જગદલપુરમાં એક માતા દ્વારા પોતાની જ માસૂમ બાળકીને મારવા માટે તેને ઉંદરના ખાડામાં નાખી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જોકે, બાળકી નસીબદાર હતી કે તેનો રડવાનો અવાજ કેટલાંક લોકોએ સાંભળ્યો અને તેને ઉંદરના બિલ માંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડી. જોકે, અંબિકાપુરના 8 મહિનાના માસૂમ બાળકનો અવાજ રૂમ માંથી બહાર નીકળી જ ન શક્યો અને તેનું મોત થઈ ગયું. બાળકને તેની સાથે રૂમમાં સૂવા માટે લઈ ગયેલી માતાએ જ તેની નિર્દયતાથી હત્યા કરી હતી.

છત્તીસગઢના સરગુજા જિલ્લામાં શુક્રવારે બનેલી આ ખુબજ હૃદયદ્રાવક છે. જે સાંભળીને ન માત્ર આપની આંખોમાં આંસુ આવી જશે પરંતુ આપના રૂંવાટા પણ ઉભા થઈ જશે. લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની કુન્ની ચોકી હેઠળ આવેલા સકરિયા ગામમાં કાળજુ કંપાવી નાખે તેવી ઘટના બની હતી. જ્યાં 8 મહિનાના માસૂમ પુત્રની તેની જ માતાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. માસુમ દિકરાના પેટમાં ચાકુ મારી દીધી જેના કારણે માસૂમ બાળકના આંતરડા બહાર આવી ગયાં.

ઘટના પહેલા શું થયુંઃ છત્તીસગઢમાં 25 જાન્યુઆરીએ છેરતા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. મૃતક બાળકના પિતા પવન ચૌહાણને દારૂ પીવાની લત હતી. તે દિવસે તે નશામાં ઘરે પહોંચ્યો હતો. દારૂ પીવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. 26મી જાન્યુઆરીની રાત્રે પણ પતિ દારૂના નશામાં ઘરે પહોંચ્યો હતો અને તેની પત્ની ફૂલ કુમારી સાથે ઝઘડો થયો હતો વિવાદ વધતાં ફૂલકુમારી તેના 8 મહિનાના બાળક હિરેશ સાથે રૂમમાં ગઈ હતી.

26 જાન્યુઆરીએ લોકોને આ ઘટનાની જાણ થઈ હતી. ત્યાં સુધીમાં માતા ફૂલકુમારી ફરાર થઈ ગઈ હતી. આરોપ છે કે ફૂલ કુમારીએ પોતાના જ માસૂમ પુત્રને ચાકુ મારીને મારી નાખ્યો છે. તેના પર બે વાર પેટમાં અને એક વાર ગળા પર હુમલો કર્યો હતો. જેના કારણે માસુમ પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. છરીના હુમલાને કારણે માસુમ બાળકના પેટમાંથી આંતરડા નીકળી ગયા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ ફૂલકુમારી સ્થળ પરથી ભાગી ગઈ હતી.

પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને બાળકના મૃતદેહનું પંચનામું કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પરિવારજનોની જુબાનીના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.પોલીસે આરોપી માતાની શોધખોળ શરૂ કરી છે. હવે જોવાનું એ રહે છે કે શું ખરેખર માતા પોતાના જ માસૂમ પુત્રને મારી નાખે એટલી ક્રૂર બની શકે છે. પોલીસ તપાસ બાદ જ આ વાત સામે આવી શકે છે, હાલમાં માતા પર હત્યાનો આરોપ છે.

  1. Muzaffarnagar Murder Case : મિલકતમાં ભાગ ન આપવો પડે એટલે પિતાએ 3 મહિનાની પુત્રીની હત્યા કરી
  2. Gang rape of a minor : સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, ગંગધાર પોલીસે પાંચમાંથી બે આરોપીને પકડ્યાં

ABOUT THE AUTHOR

...view details