એર્નાકુલમઃપ્રથમ યુપીએ સરકાર દરમિયાન ડાબેરીઓ દ્વારા સમર્થિત અપક્ષ સાંસદ રહેલા સેબેસ્ટિયન પોલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ભૂતપૂર્વ સાંસદ સેબેસ્ટિયન પોલે કહ્યું છે કે 2008માં ભારત-અમેરિકા પરમાણુ કરારના વિરોધમાં ડાબેરી મોરચા દ્વારા સરકારને સમર્થન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેમને અવિશ્વાસ પ્રસ્તાવમાં મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારની તરફેણમાં મત આપવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.
એક મલયાલમ સાપ્તાહિકને આપેલા ઇન્ટરવ્યુમાં, પૌલે કહ્યું કે આ ઓફર યુપીએના કાર્યકાળના અંતમાં કરવામાં આવી હતી, જ્યારે સરકાર પૂરતા મત મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી. પોલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વાયલાર રવિ પણ લાંચની ઓફરમાં સામેલ હતા. પોલના જણાવ્યા અનુસાર, મુખર્જીએ વોટ મેળવવા માટે ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું અને મુખર્જીના કાર્યાલયના પ્રતિનિધિઓએ તેમનો સંપર્ક કર્યો હતો.