પલામુઃ ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 270 કિલોમીટર દૂર ગઢવામાં સેંકડો ચામાચીડિયાના મોત થયા છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારે ગરમીના કારણે તમામ ચામાચીડિયાના મોત થયા છે. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
વાસ્તવમાં, ગઢવાના કાંડી બ્લોકના સુરીપુર અને કસમ્પ ગામોના વિસ્તારોમાં મંગળવારે રાત્રે અને બુધવારે સવારે સેંકડો ચામાચીડિયાના મોત થયા હતા. પ્રશાસનિક ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને ચામાચીડિયાનું મૃત્યુ કેવી રીતે થયું તે જાણવામાં આવી રહ્યું છે...આફતાબ આલમ, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર, કાંડી
ગ્રામજનોના જણાવ્યા મુજબ બંને ગામમાં ઝાડ પર ચામાચીડિયા રહેતા હતા. તમામ વૃક્ષો સોન નદીના કાંઠા વિસ્તારમાં છે. જ્યારે અમે બુધવારે સ્થાનિક ગ્રામીણ વિસ્તારમાં ગયા ત્યારે અમે જોયું કે કેટલાક ચામાચીડિયા મરેલા હતા અને ઝાડ પરથી નીચે પડ્યા હતા. થોડી વાર પછી અચાનક ચામાચીડિયાના મૃતદેહો ઝાડ પરથી નીચે પડવા લાગ્યા. ચામાચીડિયાના મોત બાદ ગ્રામજનો ગભરાટમાં છે.
ચામાચીડિયાનું મોત ગરમીના કારણે થયું હોવાની આશંકા છે. મંગળવારે પલામુ ડિવિઝનમાં વિક્રમી તાપમાનના આંકડા નોંધાયા હતા. 47 વર્ષ બાદ પલામુમાં 47.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ગઢવામાં 47.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 1978 પછી આ સૌથી વધુ તાપમાનનો આંકડો હતો. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે ગરમીના કારણે ચામાચીડિયા મરી રહ્યા છે.
પ્રથમ દૃષ્ટિએ એવી આશંકા છે કે તમામ ચામાચીડિયા ગરમીને કારણે મૃત્યુ પામ્યા હશે, પરંતુ આ મામલે તપાસ બાદ જ કંઈક કહી શકાશે...પ્રદીપ, પશુ ચિકિત્સક
- ગોરખપુરમાં કેરીના ઝાડ પર સેંકડો ચામાચીડિયા મૃત હાલતમાં મળ્યા
- ધરમપુરમાં આવેલા 102 વર્ષ જુના મહેલમાં ચામચીડિયાના વસવાટથી લોકોમાં ભયનો માહોલ