નવી દિલ્હી:દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાથી સંબંધિત કથિત ભ્રામક, સનસનાટીભર્યા હેડલાઇન્સનું પ્રસારણ કરતા મીડિયાને રોકવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયને નિર્દેશ આપવાની માંગ કરતી PILને દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે. રિપોર્ટ અનુસાર, કોર્ટે અરજદાર શ્રીકાંત પ્રસાદને ઠપકો આપ્યો અને તેના પર 1 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
હાઈકોર્ટે જેલમાંથી સરકાર ચલાવવા માટે કેજરીવાલની PIL ફગાવી, અરજદાર પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો - High Court Reject Kejriwal PIL
દિલ્હી હાઈકોર્ટે એ પીઆઈએલને ફગાવી દીધી છે, જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાંથી સરકાર ચલાવવાની પરવાનગી માંગી છે.
Published : May 8, 2024, 3:19 PM IST
અરજદારે કોર્ટમાં કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલને જેલમાંથી સરકાર ચલાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે કહેવામાં આવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પાસેથી રાજીનામું માગતા સમાચારો બંધ કરવામાં આવે. અરજીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાથી સંબંધિત કથિત ભ્રામક, સનસનાટીભર્યા હેડલાઇન્સનું પ્રસારણ કરવાથી મીડિયાને રોકવા માટે નિર્દેશની પણ માંગ કરવામાં આવી હતી.
વ્યવસાયે વકીલ એવા શ્રીકાંત પ્રસાદ નામની વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ન તો ભારતનું બંધારણ કે ન તો કોઈ કાયદો મુખ્યમંત્રી/વડાપ્રધાન સહિત કોઈપણ મંત્રીને ન્યાયિક કસ્ટડીમાં રહીને જેલ પરિસરમાંથી સરકાર ચલાવતા અટકાવી શકે છે. તેથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટને જેલમાંથી સરકાર ચલાવવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. હવે હાઈકોર્ટે આ પીઆઈએલ પર નારાજગી વ્યક્ત કરતા અરજદારને 1 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે.