રોહતકઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, "એક્ઝિટ પોલ હવે આવી ગયા છે, મેં સવારે જ કહ્યું હતું કે લહેર કોંગ્રેસની તરફેણમાં છે. હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે. જબરજસ્ત બહુમતી સાથે કોંગ્રેસની સરકાર બનશે. ધારાસભ્યોની રચના કરવામાં આવશે." અને હાઈ કમિશન જે પણ નિર્ણય લેશે (મુખ્યમંત્રીના નામ વિશે) તે દરેકને સ્વીકારવામાં આવશે...
હરિયાણાની તમામ 90 બેઠકો પર મતદાન પૂર્ણ, 5 વાગ્યા સુધીમાં 61 ટકા મતદાન, હુડ્ડાએ કહ્યું હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે - haryana election 2024 - HARYANA ELECTION 2024
Published : Oct 5, 2024, 5:28 PM IST
|Updated : Oct 5, 2024, 7:31 PM IST
હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર આજ સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે જે સાંજના 6 વાગ્યે પૂર્ણ થયું હતું, ત્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં હરિયાણામાં સરેરાશ 49.13 ટકા મતદાન નોંધાયુ હતું જ્યારે સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 61 ટકા મતદાન નોંધાયું હતું. મેવાતમાં સૌથી વધુ મતદાન, ગુરુગ્રામમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર આજ સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. હરિયાણામાં કુલ મત 2.03 કરોડ છે. જેમાં 1.07 કરોડ પુરૂષો અને 95 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ મતદારો આજે 1031 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરી રહ્યાં છે. આ ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
LIVE FEED
હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે: પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડા
હરિયાણામાં મતદારોનો ઉત્સાહ હરિયાણામાં ડબલ એન્જિન સરકાર રચવા માટે છે: કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંગ શેખાવત
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, "હરિયાણામાં મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન લોકજુવાળ અનુભવાયા મુજબ, મતદારોનો જબરજસ્ત ઉત્સાહ ફરી એકવાર હરિયાણાની પ્રગતિ માટે, હરિયાણામાં ડબલ એન્જિન સરકાર રચવા માટે છે. સવારથી જ જનતા ભાજપને મત આપવા ઉત્સુક છે.
હરિયાણામાં પરિવર્તનનો પવન ફુંકાઈ રહ્યો છે અને તે કોંગ્રેસને સત્તામાં લાવશે: અશોક તંવર
કોંગ્રેસના નેતા અશોક તંવરે કહ્યું, "હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, તે પવન કોંગ્રેસ પાર્ટીને સત્તામાં લાવશે... અમે અમારા તમામ વચનો પૂરા કરીશું... આજે આપણે હરિયાણા અને તેના લોકો વિશે વિચારવું જોઈએ. આજે ફક્ત કોંગ્રેસ જ લોકોનું ભલું કરી શકે છે.. હું માનું છું કે કોંગ્રેસ પાર્ટી કોઈના અધિકારો છીનવા નહીં દે.. તેથી હું લોકોને કોંગ્રેસને મત આપવા અપીલ કરીશ.
ભાજપ આખા દેશમાં ક્યાંક ને ક્યાંક પાછળ છે: ડિમ્પલ યાદવ
મૈનપુરી, ઉત્તર પ્રદેશ: સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું, "હરિયાણામાં મતદાન ચાલી રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે, તે દર્શાવે છે કે ભાજપ આખા દેશમાં ક્યાંક ને ક્યાંક પાછળ છે.
હરિયાણામાં 3 વાગ્યા સુધીમાં 49.13 ટકા મતદાન, સૌથી વધુ યમુનાનગરમાં 56.79 ટકા મતદાન
હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર આજ સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે, જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે, ત્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં હરિયાણામાં સરેરાશ 49.13 ટકા મતદાન થયું છે, જેમાંથી સૌથી વધુ યમુનાનગર અને સૌથી ઓછું મતદાન ગુરૂગ્રામમાં નોંધાયું છે.