નવી દિલ્હી: IPL 2024 ની તેની છેલ્લી મેચમાં જતા, BCCIએ હાર્દિક પંડ્યા પર દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે. શુક્રવારે લખનઉ સામે રમાયેલી મેચમાં ધીમી ઓવર રેટના કારણે કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે.
30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો:IPLના નિવેદન અનુસાર શુક્રવારે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવી રાખ્યા બાદ હાર્દિક પંડ્યાને રૂ. 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 'આઇપીએલ આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ હેઠળ આ તેની ટીમનો ત્રીજો ગુનો હોવાથી પંડ્યાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ટીમની આગામી મેચમાં રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ: આ ઉપરાંત ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. દરેક ખેલાડીને વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે, જે ઓછું હોય તે ખેલાડીએ દંડ ભરવો પડશે. તમને જણાવી દઈએ કે, દંડ બાદ હાર્દિક પંડ્યા પર પણ એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિઝનની તેમની છેલ્લી મેચ હોવાથી તેને આગામી મેચમાં સરભર કરવામાં આવશે. હાર્દિક પંડ્યા IPL સિઝન 2025ની પ્રથમ મેચ રમી શકશે નહીં.
મુંબઈએ હારનો સામનો કર્યો: લખનૌ સામે રમાયેલી આ મેચમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં રોહિત શર્માએ 68 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. જો કે આ મેચમાં પણ હાર્દિક ફ્લોપ લાગ્યો હતો. આ સિવાય નમન ધીર અને નિકોલસ પુરને પણ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.
- આજે મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે, લખનૌ માટે જીત જરુરી - MI vs LSG Match Preview
- હૈદરાબાદમાં વરસાદ રોકાયો, જાણો ક્યારે થશે ટોસ, હૈદરાબાદ માટે પ્લેઓફમાં પહોંચવા માટે જીતવું જરૂરી છે - IPL 2024