ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુરુના આદર, સમ્માન અને ધન્યવાદ માટે સમર્પિત દિવસ એટલે ગુરુ પૂર્ણિમા, જાણો આજના દિવસનું મહત્વ - Guru purnima 2024

આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુને આદર અને સમ્માન સમર્પિત કરતો આ દિવસ મહાભારત, બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભગવદ્ ગીતા, મીમાંસા અને વેદોના રચયિતા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસના જન્મદિવસ છે. અને તેથી જ આજના દિવસને ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે, ઉદયા તિથિના કારણે, ગુરુ પૂર્ણિમા 21 જુલાઈએ ઉજવાશે. જાણો. Guru purnima 2024

ગુરુના આદર, સમ્માન અને ધન્યવાદ માટે સમર્પિત દિવસ એટલે ગુરુ પૂર્ણિમા
ગુરુના આદર, સમ્માન અને ધન્યવાદ માટે સમર્પિત દિવસ એટલે ગુરુ પૂર્ણિમા (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 21, 2024, 6:00 AM IST

હૈદરાબાદ:હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે લોકો યજ્ઞ વગેરે પણ કરે છે આ પૂર્ણિમામાંથી એક છે ગુરુ પૂર્ણિમા છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 21મી જુલાઈએ ઉજવવામાં આવે છે. આજના દિવસને અષાઢ પૂર્ણિમાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આજના જ દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે.

ગુરુઓને આદર આપવા માટે સમર્પિત: ગુરુ પૂર્ણિમા એ એક ધાર્મિક તહેવાર છે આજનો દિવસ લોકો તેમના આધ્યાત્મિક તેમજ શૈક્ષણિક ગુરુઓને આદર આપવા માટે સમર્પિત કરે છે. માત્રા એટલું જ નહીં પરંતુ પોતાના જીવન એ વ્યક્તિ એક ગુરુ તરીકે તમને સાચી દિશા બાવવામાં મદદ કરે એ તમામ વ્યક્તિઓને આજનો દિવસ સમર્પિત છે. આ દિવસ હિન્દુ, જૈન અને બૌદ્ધો દ્વારા ભારત, નેપાળ અને ભૂતાનમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

વેદવ્યાસને માનવતાના આદિ ગુરુ માનવામાં આવે છે:આ દિવસ મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસને સમર્પિત છે. તેમનો જન્મ આ દિવસે થયો હતો, આથી તેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસને માનવતાના આદિ ગુરુ (પ્રથમ ગુરુ) માનવામાં આવે છે, તેમણે વેદોનું જ્ઞાન સરળ ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો હતો. મહર્ષિ વેદવ્યાસને મહાભારત, બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભાગવત ગીતા, મીમાંસા, વેદ અને પુરાણોના લેખક માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું પણ વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધે ઉત્તર પ્રદેશના સારનાથમાં પ્રથમ ધાર્મિક ઉપદેશ આપ્યો હતો.

ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો: જો તમારી પાસે કોઈ ગુરુ નથી તો મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ જીને યાદ કરો અથવા તેમની મૂર્તિની સામે રોલી, ચંદન, ફૂલ, ફળ અને પ્રસાદ ચઢાવો અને ગુરુ મંત્રનો જાપ કરો. ભારતીય સંસ્કૃતિમાં, ગુરુ પૂર્ણિમાના દિવસે, મહર્ષિ વેદવ્યાસજી સિવાય ધાર્મિક-શૈક્ષણિક ગુરુઓ અને સંતોના આશીર્વાદ લેવાની પરંપરા છે.

શું કાર્ય કરવું જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે:

  1. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગુરુ પૂર્ણિમાના દિવસે, ભક્તો સ્નાન કરે છે, દાન કરે છે, ગુરુ અને સંતોના આશીર્વાદ લે છે, ઉપરાંત ભોજન પ્રદાન કરે છે અને ભેટ આપે છે.
  2. ગુરુની ઉપાસના કરવાથી ગુરુના દોષ દૂર થાય છે અને જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
  3. દેવ ગુરુ બૃહસ્પતિની ઉપાસનાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
  4. પૂર્ણિમાની તારીખ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આવી સ્થિતિમાં આ દિવસે દેવી લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
  5. એક પૌરાણિક માન્યતા છે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રને અર્ધ્ય ચઢાવવાથી અને ચંદ્ર સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી ચંદ્ર દોષથી મુક્તિ મળે છે.

ગુરુ પૂર્ણિમાનો શુભ સમયઃ મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, પૌરાણિક માન્યતાઓ અનુસાર અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પૂર્ણિમા તિથિ 20મી જુલાઈના રોજ સાંજે 6 વાગ્યાથી શરૂ થઈ 21મી જુલાઈના રોજ બપોરે 3:47 વાગ્યે સમાપ્ત થશે. (સ્થાન અલગ-અલગ હોઈ શકે છે). પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, તે ઉદયા તિથિ હોવાથી, તેને 21 જુલાઈએ જ ઉજવવામાં આવે છે.

  1. મોહરમ પર્વને લઇને માંડવીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજીયા નીકળ્યા - Celebrating Moharram
  2. ગણપતિની મૂર્તિ બનાવનાર સ્થાનિક કલાકારો મોંઘવારીથી ત્રસ્ત, જાણો આ વર્ષે ગણેશજીની પ્રતિમાના ભાવમાં કેટલો થશે વધારો.. - Ganapati idols come to Junagadh

ABOUT THE AUTHOR

...view details