ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2024, 5:13 PM IST

ETV Bharat / bharat

Gopalganj CJM Court : બિહારમાં ચોરીનો અનોખો કિસ્સો, પોલીસની નાક નીચેથી સામાન ગુમ

બિહારમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો તો કોર્ટે ગોપાલગંજના પોલીસ અધિક્ષક પાસે સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે. હકીકતમાં પોલીસ સ્ટેશનમાંથી ટ્રકનું એન્જિન, વ્હીલ અને સીટ ચોરાઈ ગયા હતા. સમગ્ર મામલે કોર્ટે પોલીસને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે, જાણો શું છે સમગ્ર મામલો...

બિહારમાં અનોખી ચોરીનો કિસ્સો
બિહારમાં અનોખી ચોરીનો કિસ્સો

બિહાર : ગોપાલગંજમાં ચોરીની એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ચોરોએ પોલીસ સ્ટેશનની અંદર પાર્ક કરેલ ટ્રકમાંથી એન્જિન, ફ્લાયવ્હીલ અને સીટની ચોરી કરી હતી. પોલીસને ટ્રક શોધવામાં ચાર વર્ષ લાગ્યા અને જ્યારે ટ્રક મળી ત્યારે તેમાં ન તો એન્જિન હતું, ન વ્હીલ કે ન તો સીટ. માત્ર ટ્રકની બોડી મળી. જ્યારે ફરિયાદી પુરાવા સાથે CJM કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે નારાજગી વ્યક્ત કરતા પૂછ્યું કે, એન્જિન, સીટ અને ફ્લાયવ્હીલ વગર ટ્રક બિહાર કેવી રીતે પહોંચી ? હવે આ કેસની આગામી સુનાવણી 23 માર્ચે થશે.

અનોખી ચોરીનો કિસ્સો : આ કેસમાં CJM માનવેન્દ્ર મિશ્રાની કોર્ટે કહ્યું કે, જપ્ત કરેલા સામાનની સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની હતી, આવી સ્થિતિમાં આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ શકે. આ માટે જવાબદાર પોલીસ અધિકારીઓનો પગાર કેમ કાપવામાં ન આવે અને તેમાંથી વાહન માલિકને વળતર આપવું જોઈએ ?

શું હતો કેસ :બચાવ પક્ષના વકીલ અજય ઓઝાએ કોર્ટને જણાવ્યું કે, 2 ઓક્ટોબર 2020 ના રોજ અરજદાર લાલ બહાદુર યાદવની યુપી નંબરની (UP 50CT 0726) ટ્રક સાત પશુ સાથે ગોપાલગંજ નગર પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવી હતી. તત્કાલિન જમાદાર સુરેશ પ્રસાદ સિંહની લેખિત અરજી પર પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને અંગત બોન્ડ પર મુક્ત કર્યો હતો.

પોલીસ કાર્યવાહી : ઇન્સ્પેક્ટર સુરેશ પ્રસાદ સિંહે FIR માં જણાવ્યું હતું કે, માહિતીના આધારે પોલીસે અરાર વળાંક પર બેભાન અવસ્થામાં સાત પશુઓથી ભરેલી ટ્રકને પકડી હતી. આ દરમિયાન ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રકને સીટી પોલીસ મથકે લાવવામાં આવી હતી. આ કેસમાં FIR નોંધ્યા બાદ ઇન્સ્પેક્ટર મુન્નીલાલ સિંહને તપાસકર્તા બનાવવામાં આવ્યા હતા.

અરજદારે 21 જૂન, 2018 ના રોજ 29 લાખ 30 હજાર રૂપિયામાં ટ્રક ખરીદી હતી. આવી સ્થિતિમાં અરજદારે કોર્ટ પાસે વળતર અને સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ અને દોષિત પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. -- અજય ઓઝા (બચાવ પક્ષના વકીલ)

ટ્રક પરત મેળવવા અરજી :20 જાન્યુઆરી, 2023 ના રોજ ટ્રક છોડાવવા માટે આરોપીની અરજી પર શહેર પોલીસ સ્ટેશન પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. શહેર પોલીસ સ્ટેશન દ્વારા કોઈ જવાબ ન મળતા કોર્ટે ફરીથી 20 મે, 2023 ના રોજ શહેર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને નોટિસ મોકલી હતી. ત્યારબાદ વાહન છોડવા અંગે શહેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરફથી નો ઓબ્જેક્શન રિપોર્ટ મળ્યા બાદ કોર્ટે 1 જૂન, 2023 ના રોજ ટ્રક છોડવાનો આદેશ આપ્યો હતો.

નવ મહિના બાદ મળ્યો ટ્રક, પરંતુ...: જ્યારે અરજદાર રિલીઝ ઓર્ડર લઈને શહેર પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેની જપ્ત કરેલ ટ્રક પોલીસ સ્ટેશનમાં નહોતી. નવ મહિનાની વિસ્તૃત તપાસ બાદ જાણવા મળ્યું હતું કે શહેર પોલીસ સ્ટેશનમાં જગ્યાના અભાવે તેની ટ્રક જાદોપુર રોડ પર નવનિર્મિત મહિલા પોલીસ સ્ટેશન સંકુલમાં રાખવામાં આવી હતી. જ્યારે અરજદાર પોતાની ટ્રક લેવા માટે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે એન્જિનની સાથે ટ્રકનું વ્હીલ અને સીટ ગાયબ હતી. માત્ર ટ્રકની બોડી જ બાકી બચી હતી.

પોલીસ અધિક્ષકને કોર્ટનો આદેશ : નોંધાયેલા કેસ અને પુરાવાના આધારે CJM માનવેન્દ્ર મિશ્રાની અદાલતે પોલીસ અધિક્ષકને તેમના સ્તરે સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા અને એક મહિનામાં રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલામાં આગામી સુનાવણી 23 માર્ચે થશે.

  1. Surat Crime News: બિહારનો વોન્ટેડ ગેંગસ્ટર સચિન જીઆઈડીસીમાંથી ઝડપાયો, 50000નું હતું ઈનામ
  2. Aurangabad Mob Lynching : બિહારના ઔરંગાબાદમાં મોબ લિંચિંગનો મામલો, 4 લોકોના મોત

ABOUT THE AUTHOR

...view details