ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gang rape of a minor : સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, ગંગધાર પોલીસે પાંચમાંથી બે આરોપીને પકડ્યાં

ઝાલાવાડના ગંગધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મના કેસમાં બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પીડિતાની ફરિયાદ પર પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાની સઘન તપાસ શરુ કરવામાં આવી છે.

Gang rape of a minor : સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, ગંગધાર પોલીસે પાંચમાંથી બે આરોપીને પકડ્યાં
Gang rape of a minor : સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના, ગંગધાર પોલીસે પાંચમાંથી બે આરોપીને પકડ્યાં

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 9:11 PM IST

રાજસ્થાન : ઝાલાવાડ જિલ્લાના ગંગધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સામૂહિક બળાત્કારની આ બીજી મોટી ઘટના છે. જિલ્લામાં સામૂહિક દુષ્કર્મ જેવી ઘટનાઓનો ગ્રાફ સતત વધી રહ્યો છે.

પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો : ગંગધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ 11માં ભણતી સગીર વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે બે લોકોની અટકાયત કરી છે. તેમજ પીડિતાની ફરિયાદ બાદ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

ગેંગરેપ કરવાની ફરિયાદ નોંધાવી : ગંગધાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેંગરેપ કેસમાં પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે નદી કિનારે ફરવા માટે નીકળી હતી. આ દરમિયાન 4 થી 5 લોકોએ તેને ઘેરી લીધી હતી. પીડિતાએ આરોપીઓને તેના ફોટા બતાવીને બ્લેકમેલ કરી ગેંગરેપ કરવાની ફરિયાદ નોંધાવી છે.. ફરિયાદમાં પીડિતાએ પરવેઝ, ફરદીન, બંટી, વિકી સહિત 5 લોકો પર ગેંગ રેપનો આરોપ લગાવ્યો છે.

પીડિતાની મેડિકલ તપાસ : કેસની વધુ માહિતી આપતાં, એસપી ઋચા તોમરે પણ ગંગધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મની ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે પોલીસે આ મામલે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને બે લોકોની અટકાયત કરી છે. તેમજ પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સામૂહિક દુષ્કર્મનો બીજો બનાવ : તેમણે કહ્યું કે પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે ઝાલાવાડ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સામૂહિક બળાત્કારની આ બીજી મોટી ઘટના છે. આ પહેલાં પણ ઝાલાવાડના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કચરામાંથી પન્ની વીણવા નીકળેલી મહિલા પર બે સગીર યુવકોએ ગેંગરેપ કર્યો હતો. આ પછી પોલીસે બંને સગીરોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

  1. Rajkot Crime : ધોરાજી સેસન્સ કોર્ટે પોકસો કેસ આરોપીને 20 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો
  2. Surat Crime News : સુરતના પાંડેસરામાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ, આરોપી સામે પોકસો એક્ટનો ગુનો નોંધાયો

ABOUT THE AUTHOR

...view details