હૈદરાબાદ: ગાચીબોવલી ટ્રિપલ આઈટીની મેસમાં વિદ્યાર્થીને પીરસવામાં આવેલી ચિકન બિરયાનીમાંથી દેડકો નીકળતા સમગ્ર વિદ્યાર્થીઓમાં ચકચાર મચી ગયો છે, હવે આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.
ચિકન બિરયાનીમાંથી નીકળ્યો દેડકો, ગાચીબોવલી ટ્રિપલ આઈટીના મેસની ઘટના - FROG IN CHICKEN BIRYANI
હૈદરાબાદના ગાચીબોવલી ટ્રિપલ આઈટીની મેસમાં વિદ્યાર્થીને પીરસવામાં આવેલી ચિકન બિરયાનીમાંથી દેડકો નીકળતા વિદ્યાર્થીઓમાં ચકચાર મચી ગયો છે.
Published : Oct 20, 2024, 9:28 PM IST
16 ઓક્ટોબરની ઘટના: વિદ્યાર્થીઓએ મેસ ઈન્ચાર્જ સહિત જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જે વિદ્યાર્થીની બિરયાની માંથી દેડકો મળી આવ્યો હતો તેણે આ અંગેની તસ્વીર સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે. જોકે, આ ઘટના 16 ઓક્ટોબરની છે અને હાલમાં જ પ્રકાશમાં આવી છે.
બિરયાનીમાંથી નીકળ્યો મૃત દેડકો:સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર ફુડ IIIT હૈદરાબાદ એકાઉન્ટ પર આ અંગેનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં બિરયાની મૃત દેડકો સ્પષ્ટ પણ જોઈ શકાય છે. જોકે, આ પોસ્ટમાં વ્યંગ કરતું કેપ્શન પણ લખવામાં આવ્યું છે, જેમ કે, 'કદમ ચિકન બિરયાનીના સંપર્કમાંથી આવવાથી એક યુવાન દેડકાની મૃત્યુની સ્મૃતિમાં'..